શ્રમ અને રોજગાર મંત્રાલય
કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કોવિડ-19 રોગચાળાને પગલે ઇપીએફ સભ્યો અગાઉથી નોન-રિફંડેબલ રકમ ઉપાડી શકે એ માટે ઇપીએફ યોજનામાં સુધારો જાહેર કર્યો
ઇપીએફઓએ સુધારાનો અમલ કરવા પ્રાદેશિક ઓફિસોને સૂચના આપી
Posted On:
29 MAR 2020 12:14PM by PIB Ahmedabad
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે જીએસઆર 225(ઇ)માં ઇપીએફ યોજના 1952માં સુધારો જાહેર કર્યો છે, જેમાં દેશમાં કોવિડ-19 રોગચાળાને પગલે ઇપીએફના સભ્યો દ્વારા અગાઉથી નોન-રિફંડેબલ રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે. આ અધિસૂચના મહત્તમ ત્રણ મહિના માટે મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાથી વધારે રકમ કે ઇપીએફ ખાતામાં સભ્યની ક્રેડિટમાં મહત્તમ 75 ટકા સુધીની રકમ ઉપાડવાની સુવિધા આપે છે. આ સુધારો રોગચાળાને કારણે કરવામાં આવ્યો છે.
કોવિડ-19ને સંપૂર્ણ દેશ માટે ઉચિત સત્તામંડળ દ્વારા રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે એટલે આખા દેશમાં વિવિધ કંપનીઓ અને કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓ, જેઓ ઇપીએફ યોજના, 1952ના સભ્યો છે, તેઓ નોન-રિફંડેબલ રકમને અગાઉથી ઉપાડવાનો લાભ લેવાને પાત્ર છે. ઇપીએફ યોજના, 1952માં ફકરા 68એલમાં પેટાફકરો (3) ઉમેરવામાં આવ્યો છે. આ સંશોધિત યોજના ઇમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (સંશોધિત) યોજના, 2020 28મી માર્ચ, 2020થી અમલમાં આવી છે.
આ જાહેરાત પછી ઇપીએફઓએ એની પ્રાદેશિક ઓફિસોને સ્થિતિ સામે લડવામાં મદદરૂપ થવા ઇપીએફના સભ્યો પાસેથી પ્રાપ્ત કોઈ પણ અરજી પર ઝડપથી પ્રક્રિયા કરવાની સૂચના આપી છે. ઇપીએફઓએ આ સંચારમાં જણાવ્યું છે કે, ઇપીએફ સભ્યોના દાવાઓની પ્રક્રિયા અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક કરવી જોઈએ, જેથી સમયસર કામદારો અને તેમના પરિવારજનોને રાહત મળે તેમજ તેમને કોવિડ-19 સામે લડવામાં મદદ મળી શકે.
GP/DS
(Release ID: 1608978)
Visitor Counter : 288