ગૃહ મંત્રાલય

કોવિડ-19 મહામારીનો સામનો કરવાની તૈયારીઓ અંગે 25 માર્ચ પછી શ્રી અમિત શાહની ત્રીજી બેઠક


પ્રધાનમંત્રીના નિર્દેશો અનુસાર જીવન જરૂરિયાતની તમામ ચીજોને લોકો સુધી પહોંચાડવાની કામગીરીની સમીક્ષા થઇ

મોદી સરકાર દરેક નાગરિકના જીવન, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે: શ્રી અમિત શાહ

Posted On: 28 MAR 2020 10:13PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીનો સામનો કરવાની તૈયારીઓ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી હતી. મહામારીના કારણે 25 માર્ચથી સમગ્ર રાષ્ટ્રમાં લૉકડાઉનનો અમલ કર્યા પછી શ્રી શાહની અધ્યક્ષતામાં ત્રીજી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

 

બેઠકમાં શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિર્દેશો અનુસાર સરકાર દરેક નાગરિકના જીવન, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લોકો સુધી પહોંચાડવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાય અને શ્રી કિશન રેડ્ડી સાથે ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં કાર્યરત અલગ અલગ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાંસામાજિક અંતરના નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું.

 

ગૃહ મંત્રાલય દ્વારા કોવિડ-19 મહામારી સંબંધિત લેવાયેલા નિર્ણયો

https://mha.gov.in/sites/default/files/PR_ConsolidatedGuidelinesofMHA_28032020.pdf પર જોઇ શકાય છે.

 

GP/DS



(Release ID: 1608964) Visitor Counter : 213