રેલવે મંત્રાલય
ભારતીય રેલવે 21 માર્ચથી 14 એપ્રિલ 2020 સુધીના સમયગાળામાં મુસાફરીની તમામ ટીકીટો માટે સંપૂર્ણ રિફંડ આપશે
કોવીડ-19ના પ્રસાર ઉપર નિયંત્રણ લાવવા માટે 14 એપ્રિલ 2020 સુધી તમામ ટ્રેનો અને ટીકીટ બુકિંગની સુવિધા રદ કરી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે
Posted On:
28 MAR 2020 2:42PM by PIB Ahmedabad
14 એપ્રિલ સુધી તમામ મુસાફર ટ્રેનો અને તમામ મુસાફર ટીકીટો રદ કરી હોવાના કારણે ભારતીય રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 21 માર્ચથી 14 એપ્રિલ 202૦ સુધીના સમયગાળા દરમિયાનની તમામ મુસાફરી ટીકીટો માટે પૂરેપૂરું રિફંડ આપવામાં આવશે. આ સુચનાઓ 21-૦૩-2020ના રોજ જાહેર કરવામાં આવેલ રિફંડ રૂલ્સ વાઈડ સૂચનાઓના પગલે અને તેના ઉમેરા સાથે આપવામાં આવી છે. રિફંડની મંજૂરી માટેની પ્રક્રિયા નીચે મુજબની રહેશે:
- કાઉન્ટર પર બુક કરાયેલ પીઆરએસ ટીકીટ:
- 27-૦૩-2020ની પહેલા કેન્સલ કરવામાં આવેલ ટીકીટો: બેલેન્સ રિફંડ રકમ પ્રાપ્ત કરાવવા માટે યાત્રી દ્વારા 21 જુન સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ ઝોનલ રેલવે હેડ ક્વાર્ટરના ચીફ કમર્શિયલ મેનેજર (સીસીએમ) (ક્લેઇમ્સ) અથવા ચીફ કલેઈમ ઓફિસર (સીસીઓ)ને એક ફોર્મ ભરીને યાત્રાની વિગતો સાથે એક ટીડીઆર (ટીકીટ ડીપોઝીટ રીસીપ્ટ) ભરવાનું રહેશે. રેલવે એક યુટિલિટી પૂરી પાડશે કે જેના માધ્યમથી યાત્રી બેલેન્સ રકમનું રિફંડ પાછું મેળવી શકશે કે જે આ પ્રકારની ટીકીટ કેન્સલ કરાવતી વખતે કપાઈ ગયું હતું.
- 27-૦૩-2020 પછી કેન્સલ કરવામાં આવેલ ટીકીટ: આ પ્રકારના તમામ કેન્સેલેશનના બદલામાં પૂરેપૂરું રિફંડ પાછું વાળવામાં આવશે.
- ઈ ટીકીટો:
- 27-૦૩-2020ની પહેલા કેન્સલ કરવામાં આવેલ ટીકીટો: બેલેન્સ રિફંડ રકમ યાત્રીના જે ખાતામાંથી આ ટીકીટ બુક કરાવવામાં આવી હતી તે ખાતામાં જમા કરાવવામાં આવશે. આઈઆરસીટીસી બેલેન્સ રિફંડ રકમ પૂરી પાડવા માટે એક યુટિલિટી તૈયાર કરશે.
- 27-૦૩-2020 પછી કેન્સલ કરવામાં આવેલી ટીકીટો: આ પ્રકારના તમામ કેન્સેલેશન માટે પૂરેપૂરું રિફંડ ચુકવવામાં આવશે કે જેની માટે જોગવાઈઓ પહેલાથી જ બનાવવામાં આવી ચુકી છે.
GP/DS
(Release ID: 1608863)
Visitor Counter : 210
Read this release in:
Tamil
,
Malayalam
,
Telugu
,
Assamese
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Kannada