સંરક્ષણ મંત્રાલય

કૅન્ટોન્મેન્ટ બોર્ડ્સ કોવિડ-19નો સામનો કરવા તૈયાર

Posted On: 27 MAR 2020 3:20PM by PIB Ahmedabad

દેશના 19 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા આઠ સૈન્ય કૅન્ટોન્મેન્ટ બોર્ડ્સે કોરોના વાયરસ કોવિડ-19 મહામારીના પડકારનો સામનો કરવાની તૈયારીએ શરૂ કરી દીધી છે. આ કૅન્ટોન્મેન્ટ બોર્ડ્સની કુલ વસ્તી (સૈન્ય અને નાગરિકો સહિત) 21 લાખ છે. તમામ કૅન્ટોન્મેન્ટઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તેઓ કોઇપણ પ્રકારની કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે અગાઉથી જ હોસ્પિટલો/સ્વાસ્થ્ય કેન્દ્રો અને અતિથિ ગૃહોમાં ઉપલબ્ધ સ્વાસ્થ્ય સેવાઓની ઓળખ કરી રાખે.

સૈન્ય કૅન્ટોન્મેન્ટના બોર્ડ્સના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી પોતપોતાના ક્ષેત્રોમાં નાગરિક વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને જરૂરિયાત અનુસાર સહાયતા કરે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તમામ દિશાનિર્દેશનું સૈન્ય કૅન્ટોન્મેન્ટના બોર્ડ્સ દ્વારા ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.

તમામ સૈન્ય કૅન્ટોન્મેન્ટ કચેરીઓના ભવનો, રહેણાક વિસ્તારો, શાળા પરિસર, પુસ્તકાલયો, પાર્ક અને બજારોને નિયમિતરૂપે ચેપમુક્ત કરવામાં આવે છે. સ્થાનિક રહેવાસીઓને લાઉડ સ્પીકરના માધ્યમથી સાર્વજનિક જાહેરાતો કરવામાં આવે છે અને કૅન્ટોન્મેન્ટના તમામ મુખ્ય સ્થળો, કચેરીઓ અને બજારોમાં લગાવેલા નોટિસ બોર્ડ, હોર્ડિંગ્સ અને પોસ્ટરોના માધ્યમથી કોવિડ-19 અંગે તેમનામાં જાગૃતિ લાવવામાં આવી રહી છે. નિવાસી મેડિકલ અધિકારી આવશ્યક સેવાઓમાં જોડાયેલા તમામ કર્મચારીઓ માટે વર્કશોપનું આયોજન કરી રહ્યા છે અને તેમને કોવિડ-19થી બચવાની રીતો જણાવી રહ્યા છે તેમજ કોઇપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે કૅન્ટોન્મેન્ટમાં હોસ્પિટલો તૈયાર કરવામાં આવી રહી છે.

સંરક્ષણ અકસ્યામતોના મહા નિદેશક (DGDE)ના નિર્દેશને અનુરૂપ કાર્ય યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. તમામ કૅન્ટોન્મેન્ટ હોસ્પિટલો જરૂરી તબીબી સહાયતા પૂરી પાડવા માટે ચોવીસ કલાક કરી રહી છે. સૈન્ય કૅન્ટોન્મેન્ટ બોર્ડના તમામ કર્મચારીઓને ફેસ માસ્ક, હાથમોજાં અને સેનિટાઇઝર આપવામાં આવી રહ્યા છે. કૅન્ટોન્મેન્ટ વિસ્તારોમાં તમામ હોટેલ અને રેસ્ટોરન્ટ્સને ઇશ્યુ કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

સૈન્ય કૅન્ટોન્મેન્ટ વિસ્તારોમાં રહેલા લોકો, ખાસ કરીને ગરીબ વર્ગ માટે આવશ્યક ચીજવસ્તુઓ, ખાદ્ય ચીજો વગેરેનો પૂરતો પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે કચેરીના કર્મચારીઓની એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. કરિયાણાની તમામ દુકાનોને કાળાબજારથી દૂર રહેવા અને જાહેર સ્થળોએ ભીડ ન કરવા તેમજ લૉકડાઉનના દિશાનિર્દેશોનું ચુસ્ત પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. સૈન્ય કૅન્ટોન્મેન્ટ બોર્ડ સતત અને વિના અવરોધે પાણી પૂરવઠાની વ્યવસ્થા સાથે સ્ટ્રીટ લાઇટ સેવાઓ સુનિશ્ચિત કરી રહ્યા છે. મોટાભાગની કૅન્ટોન્મેન્ટમાં રહેવાસીઓ માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.

સૈન્ય કૅન્ટોન્મેન્ટ વિસ્તારોમાં સમગ્ર નગરપાલિકા વહીવટીતંત્ર કૅન્ટોન્મેન્ટ બોર્ડ્સ હેઠળ આવે છે જે લોકશાહી એકમ છે. કૅન્ટોન્મેન્ટ બોર્ડ્સની આ અનોખી સંરચનાને સફળતાપૂર્વક યથાવત રાખવામાં આવી છે.

સૈન્ય કૅન્ટોન્મેન્ટ ક્ષેત્ર મુખ્યરૂપે સૈનિકો અને તેમના પ્રતિષ્ઠાનો માટે બનાવવામાં આવ્યા હતા. પરંતુ સૈન્ય કૅન્ટોન્મેન્ટ ક્ષેત્ર સૈન્ય સ્ટેશનોથી અલગ હોય છે. સૈન્ય સ્ટેશન વિશેષરૂપે સશસ્ત્રદળોના ઉપયોગ અને આવાસ માટે હોય છે અને એક કાર્યકારી આદેશ અંતર્ગત સ્થાપિત કરવામાં આવે છે જ્યારે સૈન્ય કૅન્ટોન્મેન્ટ એવા રહેણાક વિસ્તારો હોય છે જેમાં સૈનિકોની સાથે સાથે સામાન્ય લોકો પણ રહેતા હોય છે.

RP



(Release ID: 1608697) Visitor Counter : 167