સંરક્ષણ મંત્રાલય

કોવિડ-19 આઇસોલેશન વોર્ડ માટે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડે 285 બેડની વ્યવસ્થા કરી

Posted On: 25 MAR 2020 1:53PM by PIB Ahmedabad

ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (ઓએફબી)એ કોરોનાવાયરસ (કોવિડ-19) કેસોની સારવાર કરતા આઇસોલેશન વોર્ડ માટે 285 બેડની વ્યવસ્થા કરી છે. જબલપુરની વ્હિકલ ફેક્ટરીમાં હોસ્પિટલોમાં 40 બેડ, ઇશાપોરમાં મેટલ અને સ્ટીલની એમ બંને ફેક્ટરીમાં, કોસ્સીપોરમાં ગન અને શેલ ફેક્ટરી, ખડકીમાં એમ્યુનિએશન ફેક્ટરી, કાનપુરમાં ઓર્ડનન્સ ફેક્ટરી, ખમારિયામાં ઓર્ડનન્સ ફેક્ટરી, અંબાઝરીમાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં 30-30 બેડ, અંબરનાથમાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં 25 બેડ તથા અવાડીમાં હેવી વ્હિકલ ફેક્ટરી અને મેડકમાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં 20-20 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઓએફબી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ સ્થાપિત કરવામાં આવ્યાં છે અને એટલી જ સંખ્યામાં બેડ ઊભા કરવામાં આવ્યાં છે. આ કામગીરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ)ની સૂચનાઓ મુજબ ઓએફબીના ચેરમેને કરી છે, જેની સૂચના મંત્રીમંડળના સચિવની બેઠકમાં આપવામાં આવી હતી. ઓએફબી એમઓએચએફડબલ્યુ અંતર્ગત સરકારી સાહસ એચએલએલ લાઇફકેર લિમિટેડ (એચએલએલ)એ આપેલા ઓર્ડર મુજબ, વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ અને ફેસ માસ્કનું નિર્માણ કરવા પણ પ્રયાસરત છે. 

RP



(Release ID: 1608432) Visitor Counter : 152