સંરક્ષણ મંત્રાલય

કોવિડ-19ના ફેલાવાને અટકાવવા માટે આઈએએફ મદદ ચાલુ રાખશે

Posted On: 26 MAR 2020 6:22PM by PIB Ahmedabad

ઇન્ડિયન એર ફોર્સ કોવિડ-19ના ફેલાવાને અકાવવા માટે દેશભરમાં વહીવટીતંત્રને શક્ય તમામ મદદ મળતી રહે તેવાં પગલાં લેવાનું ચાલુ રાખશે.

આઈએએફે દેશભરમાં નોડલ આઈએએફ બેઝમાં પ્રત્યેક 200-300 કર્મચારીઓની ક્ષમતા ધરાવતી 09 ક્વોરેન્ટાઈન સવલતો સ્થાપી છે.

આઈએએફમાં કોવિડ-19નું પરીક્ષણ હાથ ધરવા માટે કમાડ હોસ્પિટલ એર ફોર્સ બેંગ્લોર (સીએચએએફબી)ને સૌપ્રથમ લેબોરેટરી બનાવાઈ છે, જે શંકાસ્પદ કેસોના ઝડપી પરીક્ષણ હાથ ધરવા માટે આ પ્રદેશની ક્ષમતા મોટા પાયે વધારશે, જેનાથી જ્યાં જરૂરી હોય ત્યાં તાત્કાલિક અને ઝડપી દરમિયાનગીરી કરી શકાશે.
પ્રવર્તમાન સ્થિતિ ઉપર દેખરેખ રાખવા અને તાત્કાલિક પ્રતિસાદ આપવા તેમજ જરૂર હોય ત્યાં મદદરૂપ થવા ચોવીસ કલાક અને સાતેય દિવસ કાર્યરત રહેતો એક કટોકટી વ્યવસ્થાપન વિભાગ (ક્રાઈસિસ મેનેજમેન્ટ સેલ) એર હેડક્વાર્ટર્સ અને વિવિધ કમાન્ડ હેડક્વાર્ટર્સ ખાતે સ્થાપવામાં આવ્યો છે. આઈએએફ એરક્રાફ્ટ લેહમાં તબીબી પુરવઠા અને ડોક્ટરો પહોંચાડવા માટે અને કોવિડના પરીક્ષણ માટે લોહીના સેમ્પલ ચંદીગઢ અને દિલ્હી પહોંચાડવા સતત ઉડાન ભરી રહ્યા છે.

કોવિડ-19નો પ્રસાર અટકાવવા માટે સરકાર દ્વારા જણાવાયેલાં તમામ પગલાં અને નિર્દેશો આઈએએફનાં તમામ સ્ટેશનો પર કડકપણ અમલમાં છે.

કોવિડ-19નો પ્રસાર અટકાવવા માટેની આ લડાઈમાં આઈએએફ સરકારની સાથે છે અને દેશના નાગરિકોને સંભવ તમામ સહાય કરી

RP


(Release ID: 1608430) Visitor Counter : 185