ગૃહ મંત્રાલય

કોવિડ-19 રોગચાળાને કારણે વસ્તીગણતરી 2021ના પ્રથમ તબક્કાની અને એનપીઆરને અપડેટ કરવાની કામગીરીને આગળના આદેશ સુધી મોકૂફ રાખવામાં આવી

Posted On: 25 MAR 2020 4:18PM by PIB Ahmedabad

વસ્તીગણતરી 2021 બે તબક્કામાં કરવાની હતી: 1) પ્રથમ તબક્કોઃ મકાનની યાદી બનાવવી અને મકાનની ગણતરી કરવી – એપ્રિલથી સપ્ટેમ્બર, 2020 અને 2) બીજો તબક્કોઃ વસતી ગણતરી – 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2021. વસ્તીગણતરી 2021ના પ્રથમ તબક્કાની સાથે રાષ્ટ્રીય વસ્તીગણતરી રજિસ્ટર (એનપીઆર)નું અપડેશન આસામ સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ પ્રસ્તાવિત હતું.

 

કોવિડ-19ના રોગચાળાને કારણે ભારત સરકારની સાથે-સાથે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયનાં તારીખ 24.03.2020 અંતર્ગત દેશમાં કોવિડ-19 રોગચાળો અટકાવવા માટે ઉઠાવવામાં આવેલા ઉપાયો પર ભારત સરકારના મંત્રાલયો/વિભાગો તથા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો દ્વારા એના સખત અમલ માટે સૂચનો જાહેર કરવામાં આવ્યાં છે. અનેક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા લોકડાઉનની જાહેરાત પણ કરવામાં આવી છે. ભારત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સામાજિક સાવચેતીઓ સહિત વિવિધ સાવચેતીના પગલાં લેવાની સલાહ પણ આપી છે.

 

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને વસ્તીગણતરી 2021ના પ્રથમ તબક્કા અને એનપીઆર અપડેશન તથા ફિલ્ડ સાથે સંબંધિત અન્ય કામ, જે 01 એપ્રિલ, 2020થી શરૂ થવાનું હતું, એને આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે.

 

SD/GP/RP



(Release ID: 1608155) Visitor Counter : 262