પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નેપાળના પ્રધાનમંત્રીની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 20 MAR 2020 11:30PM by PIB Ahmedabad

નેપાળના પ્રધાનમંત્રી શ્રી કે પી શર્મા ઓલી દ્વારા કોવિડ-19 ઈમરજન્સી ફંડમાં યોગદાન આપવાની કરેલી જાહેરાત બદલ પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીએ તેમની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી દ્વારા કોવિડ-19 ઈમરજન્સી ફંડ માટે એનપીઆર 10 કરોડના યોગદાનની કરવામાં આવેલી જાહેરાતની હું હૃદયપૂર્વક સરાહના કરું છું. આ કોવિડ-19 વિરુદ્ધ સાર્ક દેશોની સંયુક્ત લડાઈ માટેનો તેમનો સહયોગ અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

RP


(रिलीज़ आईडी: 1607571) आगंतुक पटल : 134
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu