મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને આઇવરી કોસ્ટ વચ્ચે સ્વાસ્થ્ય ક્ષેત્રે સહયોગ માટે સમજૂતીને મંજૂરી આપી

Posted On: 04 MAR 2020 4:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત પ્રજાસત્તાકના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ આઇવરી કોસ્ટ પ્રજાસત્તાકના સ્વાસ્થ્ય અને જાહેર સ્વચ્છતા મંત્રાલય વચ્ચે સ્વાસ્થ્ય ક્ષેત્રે સહયોગ માટે સમજૂતી કરાર (MoU)ને મંજૂરી આપી છે.

 

સમજૂતી કરારમાં નીચે દર્શાવેલા ક્ષેત્રો સહયોગ માટે આવરી લેવામાં આવ્યા છે:-

 

  1. મેડિકલ તબીબો, અધિકારીઓ, અન્ય સ્વાસ્થ્ય પ્રોફેશનલ અને અદ્યતન મેડિકલ ટેકનોલોજી, ન્યુક્લિઅર મેડિસીન, મુત્રપિંડનું પ્રત્યારોપણ, હૃદય સંબંધિત સર્જરી, નેફ્રોલોજી, હેમોડાયાલિસિસ અને તબીબી સંશોધન ક્ષેત્રના નિષ્ણાતોનો વિનિયમ અને તાલીમ;
  2. દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોનું નિયમન;
  3. માનવ સંસાધનો અને સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓ ઉભી કરવામાં સહાય;
  4. તબીબી અને સ્વાસ્થ્ય સંશોધનમાં વિકાસ;
  5. તબીબી સ્થળાંતર સહિત સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્ર અને જાહેર સ્વાસ્થ્ય સેવાઓનું વ્યવસ્થાપન;
  6. જેનેરિક અને આવશ્યક દવાઓની પ્રાપ્તિ અને દવાઓના પૂરવઠાકારો મેળવવામાં સહાયતા;
  7. HIV/AIDS ક્ષેત્રમાં સહકાર અને સંશોધન;
  8. મહામારી દેખરેખ માટે ટેકનિક અને વ્યૂહરચનાઓ તૈયાર કરવી અને તેમાં સુધારો લાવવો;
  9. પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળના ક્ષેત્રમાં શ્રેષ્ઠ આચરણોનો વિનિમય;
  10. હોસ્પિટલો અને સામુદાયિક સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રોના વ્યવસ્થાપન બાબતે જ્ઞાનનું આદાનપ્રદાન;
  11. જાહેર સ્વાસ્થ્યને પ્રોત્સાહન અને મેડિકલ કચરાના વ્યવસ્થાપનના અનુભવોનું આદાનપ્રદાન;
  12. સ્વાસ્થ્ય પ્રોત્સાહન અને રોગચાળાનું નિરાકરણ;
  13. બિન-ચેપી રોગો;
  14. વ્યાવસાયિક અને પર્યાવરણીય સ્વાસ્થ્ય;
  15. તબીબી સંશોધન; અને
  16. પારસ્પરિક રીતે નક્કી કરી શકાય તેવા સહયોગ માટેના એવા કોઇપણ ક્ષેત્રો

 

પારસ્પરિક સહયોગની વધુ વિગતો તૈયાર કરવા અને સમજૂતી કરારના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે એક કાર્યકારી સમૂહની રચના કરવામાં આવશે.

SD/DS/GP


(Release ID: 1605168) Visitor Counter : 145