મંત્રીમંડળ

મંત્રીમંડળે અધિકૃત ‘ટેકનોલોજી ગ્રુપ’ની રચનાને મંજૂરી આપી

Posted On: 19 FEB 2020 4:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે બેઠકમાં અધિકૃત ‘ટેકનોલોજી ગ્રુપ’ની રચનાને મંજૂરી આપી હતી.

વિગતઃ

કેબિનેટે ભારત સરકારના પ્રિન્સીપલ સાયન્ટીફીક એડવાઈઝરના અધ્યક્ષપદે 12 સભ્યોના ટેકનોલોજી ગ્રુપની રચનાને મંજૂરી આપી છે. આ જૂથ અતિ આધુનિક ટેકનોલોજી અંગે, ટેકનોલોજીના આકલન અંગે અને ટેકનોલોજી પ્રોડક્ટસ તથા નેશનલ લેબોરેટરી અને સરકારી સંશોધન અને વિકાસ સંસ્થાઓમાં વિકસાવાયેલી ટેકનોલોજીના ઉપયોગ અને વ્યાપારીકરણ બંને અંગે સમયસર નીતિ વિષયક સલાહ આપશે. કેટલીક પસંદગીની ટેકનોલોજી માટે સ્વદેશીકરણ અને ટેકનોલોજી વિકાસના યોગ્ય સંશોધન અને વિકાસ કાર્યક્રમો પસંદ કરવા અંગે માર્ગદર્શન આપશે.

મુખ્ય અસરઃ

આ ટેકનોલોજી ગ્રુપ નીચે મુજબની કામગીરી સંભાળશેઃ

  1. ટેકનોલોજી સપ્લાયર અને ટેકનોલોજી મેળવવાની વ્યૂહરચના અંગે તથા વિકસાવવા લાયક ટેકનોલોજી બાબતે શક્ય તેટલું ઉત્તમ માર્ગદર્શન પૂરૂ પાડશે.
  2. ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ અને તેના નીતિ વિષયક પાસાં અંગે ઈન-હાઉસ નિપુણતા વિકસાવવા અંગે માર્ગદર્શન આપશે.
  3. જાહેરક્ષેત્રમાં વિકસાવાયેલી/ જાહેર ક્ષેત્રનાં એકમો તથા નેશનલ લેબોરેટરીઓ અને સંશોધન સંસ્થાઓમાં વિકસાવાયેલી ટેકનોલોજીની દૂરગામીતા અંગે ખાત્રી કરશે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ

ટેકનોલોજી ગ્રુપની કામગીરીના ત્રણ સ્થંભો નીચે મુજબ છેઃ

  1. નીતિ વિષયક સહયોગ
  2. ટેકનોલોજી મેળવવામાં સહયોગ અને
  3. સંશોધન અને વિકાસની દરખાસ્તો અંગે સહયોગ

આ ટેકનોલોજી ગ્રુપ નીચેની બાબતોની ખાત્રી રાખશેઃ

  1. ભારત સાથે અસરકારક, સલામત અને સંદર્ભ- સંવેદનશીલ અતિ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે યોગ્ય નીતિઓ છે તથા તેની આર્થિક વૃદ્ધિ અને ભારતીય ઉદ્યોગોના દૂરગામી વિકાસ માટે તમામ ક્ષેત્રોમાં ઉપયોગ થઈ શકે તેની ખાત્રી રાખશે.
  2. વિવિધ ક્ષેત્રોમાં ઉભરતી ટેકનોલોજી અંગે સંશોધન માટેની અગ્રતાઓ અને વ્યૂહરચનાઓ અંગે સરકારને માર્ગદર્શન આપશે.
  3. દેશભરમાં ઉપલબ્ધ ટેકનોલોજી અને ટેકનોલોજી પ્રોડક્ટસ તથા વિકસાવાતી ટેકનોલોજી અંગે અપડેટ કરાયેલ વિગત જાળવશે.
  4. મહત્વની પસંદગીની ટેકનોલોજી વિકસાવવા માટે સ્વદેશી રોડમેપ વિકસાવશે.
  5. સરકારને તેના ટેકનોલોજી સપ્લાયર અને તે પ્રાપ્ત કરવાની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપશે.
  6. ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ઉભરતી ટેકનોલોજી અંગે તમામ મંત્રાલયો અને વિભાગો તથા રાજ્ય સરકારોને ઈન-હાઉસ નિપુણતા વિકસાવવામાં તથા તેના ઉપયોગના પાસાં અંગે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત ટેકનોલોજીના વપરાશ અંગે તાલિમ અને ક્ષમતા નિર્માણ માટે માર્ગદર્શન આપશે.
  7. જાહેરક્ષેત્રનાં એકમો/ લેબોરેટરી માટે સાતત્યપૂર્ણ નીતિઓ ઘડવામાં માર્ગદર્શન આપવાની સાથે સાથે વિવિધ ક્ષેત્રોમાં સહયોગો અને યુનિવર્સિટીઓ તથા ખાનગી સંસ્થાઓ સાથે સંશોધન જોડાણો માર્ગદર્શન આપશે. તેમજ
  8. સંશોધન અને વિકાસ અંગેની દરખાસ્તો નક્કી કરવા માટે એક સામાન્ય શબ્દ ભંડોળ લાગુ કરવા માટેનાં ધોરણો ઘડી કાઢશે.

પૂર્વભૂમિકાઃ

ટેકનોલોજી સેક્ટરમાં 5 મહત્વના મુદ્દાઓ છેઃ (અ) નવી ટેકનોલોજીના વિકાસ માટે સંગ્રહ વ્યવસ્થા (બ) ઔદ્યોગિક વિકાસને લાગુ પડતા નહીં વિકસાવાયેલા અને અમલમાં નહીં મૂકાયેલા ટેકનોલોજીના ધોરણો (ક) બેવડા વપરાશ માટેની વ્યાપારી ધોરણે ઉપયોગમાં નહીં લેવાયેલી ટેકનોલોજી (ડ) ટેકનોલોજી વિકાસના પ્રયાસો સાથે નહીં જોડાયેલા સંશોધન અને વિકાસના કાર્યક્રમો (ઈ) સમાજ અને ઉદ્યોગ માટે મહત્વની ઉપયોગિતા માટેની ટેકનોલોજીનું આકલન. આ ટેકનોલોજી જૂથની રચના ઉપર દર્શાવેલી સમસ્યાઓને હલ કરવા માટે કરવામાં આવી છે.

 

RP



(Release ID: 1603773) Visitor Counter : 256