મંત્રીમંડળ
મંત્રીમંડળે પર્યાવરણને અનુકૂળ મત્સ્યપાલનનાં વિકાસનાં ક્ષેત્રમાં ભારત અને આઇસલેન્ડ વચ્ચેનાં એમઓયુને મંજૂરી આપી
Posted On:
12 FEB 2020 3:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ભારત અને આઇસલેન્ડ વચ્ચે મત્સ્યપાલનનાં ક્ષેત્રમાં થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી હતી. આ એમઓયુ પર 10 સપ્ટેમ્બર, 2019નાં રોજ હસ્તાક્ષર થયા હતા.
આ એમઓયુની ખાસિયતો નીચે મુજબ છેઃ
- વિજ્ઞાનીઓ અને ટેકનિકલ નિષ્ણાતોનાં આદાનપ્રદાનની સુવિધા ઊભી કરવી તથા તેમનું ખાસ કરીને ઓફ શોર અને દરિયામાં ઊંડા વિસ્તારોમાં સંપૂર્ણ સુવિધાજનક કેચમેન્ટ વિસ્તારોમાં ઉચિત પ્લેસમેન્ટ,;
- આધુનિક મત્સ્યપાલન વ્યવસ્થાપન અને મત્સ્ય પ્રક્રિયાનાં ક્ષેત્રોમાં વ્યવસ્થાપનનાં વિવિધ પાસાંમાં મુખ્ય ફિશરી સંસ્થાઓમાંથી મત્સ્યપાલન ક્ષેત્રનાં વ્યાવસાયિકોની જોગવાઈ કરવી
- વૈજ્ઞાનિક સંશોધનલક્ષી સાહિત્ય અને અન્ય માહિતીનું આદાનપ્રદાન કરવું.
- મત્સ્યપાલનની સંભવિતતાનો અભ્યાસ કરવા નિષ્ણાતો/કુશળતાનું આદાનપ્રદાન. ઉદ્યોગસાહસિકતા વિકસાવવા માટે મધદરિયે મત્સ્યપાલનમાંથી ઉત્પાદનોનું પ્રોસેસિંગ અને માર્કેટિંગ.
- આ એમઓયુ ભારત અને આઇસલેન્ડ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને વધારે ગાઢ બનાવશે તથા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચાવિચારણા સહિત મત્સ્યપાલન પર ચર્ચા અને સાથ સહકારને વધારશે.
SD/GP/DS
(Release ID: 1602948)
Visitor Counter : 253