પ્રધાનમંત્રીનું કાર્યાલય
જમ્મુ કાશ્મીરના લોકો પર સરકારના ભરોસા અને વિશ્વાસને આધારે કલમ 370 રદ કરવામાં આવી છે
લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર મોશન ઓફ થેન્ક્સનો જવાબ આપ્યો.
Posted On:
06 FEB 2020 4:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ કહ્યું કે કલમ 37૦ને રદ કરવાથી જમ્મુ-કાશ્મીરનું દેશના બાકીના ભાગો સાથે જોડાણ થયું છે.
શ્રી નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ‘મોશન ઓફ થેન્ક્સ’નો જવાબ આપી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરને ભારતનો મુગટ ગણાવતા કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરની વાસ્તવિક ઓળખ તમામ ધર્મો પ્રત્યે સમાનતાવાદી વલણ અને તેની સુફી પરંપરા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રદેશને પાછળ છોડી શકાતો નથી, તેને ફક્ત ગન, બોમ્બ્સ, આતંક અને અલગતાવાદથી ઘેરાયેલા તરીકે ઓળખવામાં આવે છે.
19 મી જાન્યુઆરી 1990 ના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘણા લોકોએ તેમની ઓળખ ગુમાવી પડી હતી કારણ કે તેઓને જમ્મુ-કાશ્મીરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
તેમના વિસ્તૃત જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વિસ્તારની સ્થિતિને લાબા સમયથી વધારે બગાડી રહેલી બંધારણની કલમ 37૦ને જમ્મુ અને કાશ્મીરના લોકોમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને રદ કરવામાં આવી છે અને આ પ્રદેશનો વિકાસ ખૂબ જ ઝડપે ચાલી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રદેશ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને દૂર કરવામાં આવી રહ્યા છે અને કેન્દ્રીય મંત્રીઓ કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ ભાગોમાં જઈ રહ્યા છે અને લોકોના પ્રતિભાવ મેળવી રહ્યા છે. સરકાર લોકો તરફથી મળેલા પ્રતિભાવો પર ચોક્કસ કાર્યવાહી કરશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર જમ્મુ-કાશ્મીરના લોકોના કલ્યાણ અને તેના સર્વાંગી વિકાસ માટે કામ કરવા પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે લદાખને કાર્બન ન્યુટ્રલ યુનિયન ટેરિટરી તરીકે વિકસિત કરવામાં આવશે.
SD/GP/DS
(Release ID: 1602252)
Visitor Counter : 310