નાણા મંત્રાલય

સરકાર ખૂલ્લામાં શૌચક્રિય મુક્ત (ઓડીએફ)ને જાળવી રાખવા ઓડીએફ પ્લસ માટે પ્રતિબદ્ધ


2020-21માં સ્વચ્છ ભારત અભિયાન માટે રૂપિયા 12,300 કરોડની જોગવાઈ

કચરાના નિકાલ સાથે પ્રવાહી અને દૂષિત પાણીના નિકાલ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

જળ જીવન અભિયાન માટે રૂ. 3.60 લાખ કરોડની મંજૂરી

Posted On: 01 FEB 2020 2:05PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાંકીય વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, ખૂલ્લામાં શૌચક્રિય મુક્ત (ઓડીએફ) ને ટકાવી રાખવા અને કોઈ પણ પાછળ ન રહે તે સુનિશ્ચિત કરવા સરકાર ઓડીએફ પ્લસ માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે કહ્યું કે પ્રવાહી અને દૂષિત પાણીના સંચાલનની દિશામાં વધુ કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે મુખ્ય ધ્યાન નક્કર કચરાના એકત્રીકરણ, સ્રોત એકત્રીકરણ અને શુદ્ધિકરણ પર રહેશે. નાણામંત્રીએ કહ્યું કે, વર્ષ 2020-21માં સ્વચ્છ ભારત અભિયાન માટે કુલ 12,300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

શ્રીમતી નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે જળ જીવન અભિયાન માટે તમામ પરિવારોને પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાના હેતુથી 3.60 લાખ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું કે, આ યોજના સ્થાનિક જળ સ્ત્રોતોમાં વધારો કરવા, હાલના સ્ત્રોતોનું રિચાર્જ કરવા પર પણ ભાર મૂકે છે અને અને પાણીની ખારાશમાં ઘટાડો કરશેતેમણે જણાવ્યું હતું કે એક મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરોને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ યોજના વર્ષ 2020-21 દરમિયાન 11,500 કરોડના સંસાધનો પણ પૂરા પાડશે.

 

SD/DS/RP/GP/BT



(Release ID: 1601578) Visitor Counter : 196