મંત્રીમંડળ
મંત્રીમંડળે દાદર અને નગર હવેલી તથા દમણ અને દીવના વિલયને ધ્યાનમાં રાખીને ચીજવસ્તુઓ અને સેવાવેરો, મૂલ્ય સંવર્ધિત વેરો અને એક્સાઇઝ ડ્યુટીનું સમાધાન કરવા કાયદાઓમાં સંશોધનો/વધારો/ઘટાડો કરવાની મંજૂરી આપી
Posted On:
22 JAN 2020 3:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ચીજવસ્તુ અને સેવા વેરા (જીએસટી), મૂલ્ય સંવર્ધિત વેરા (વેટ) અને રાજ્ય ઉત્પાદન વેરાનું સમાધાન કરવા નીચેના કાયદા અને ધારાઓમાં સંશોધન/વધારો/ઘટાડો કરવાની અને દમણને હેડક્વાર્ટર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
- કેન્દ્રીય ચીજવસ્તુ અને સેવા વેરો ધારો, 2017 (2017નો બારમો)ને કેન્દ્રીય ચીજવસ્તુ અને સેવા વેરો (સંશોધન) ધારો, 2020 સ્વરૂપે સંશોધિત કરવામાં આવે.
- કેન્દ્રશાસિત પ્રદેશ ચીજવસ્તુ અને સેવા વેરા ધારા, 2017 (2017નો 14મો)ને કેન્દ્રશાસિત પ્રદેશ ચીજવસ્તુ અને સેવા વેરો (સંશોધન) ધારો, 2020 સ્વરૂપે સંશોધિત કરવામાં આવે.
- દાદર અને નગર હવેલી મૂલ્ય સંવર્ધન કર વિનિયમ, 2005 (2005નો બીજો)ને દાદર અને નગર હવેલી તથા દમણ અને દીવ મૂલ્ય સંવર્ધન કર (સંશોધન) ધારા, 2020 સ્વરૂપે સંશોધિત કરવામાં આવે.
- દમણ અને દીવ મૂલ્ય સંવર્ધન કર વિનિયમ, 2005 (2005નો પહેલો)ને રદ કરીને એને સ્થાને દમણ અને દીવ મૂલ્ય સંવર્ધન વેરો (રદ) વિનિયમ, 2020 સ્થાપિત કરવામાં આવે.
- ગોવા, દમણ અને દીવ ઉત્પાદન વેરો ધારો, 1964 (1964નો પાંચમો)ને દાદર અને નગર હવેલી તથા દમણ અને દીવ ઉત્પાદન વેરા (સંશોધન) ધારા, 2020 સ્વરૂપે સંશોધિત કરવામાં આવે.
- દાદર અને નગર હવેલી ઉત્પાદન વેરા ધારો, 2012 (2012નો 1લો)ને રદ કરીને એની જગ્યાએ દાદર અને નગર હવેલી ઉત્પાદન વેરો (રદ) ધારો, 2020 સ્થાપિત કરવામાં આવે.
- દમણને કેન્દ્રશાસિત પ્રદેશ દાદર અને નગર હવેલી તથા દમણ અને દીવનું હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું છે.
આ સુધારાઓથી સંયુક્ત કરવેરા સત્તામંડળો, કાર્યમાં પુનરાવર્તનમાં ઘટાડો અને વહીવટી દક્ષતામાં સુધારો થશે, જેથી નાગરિક સેવાઓને શ્રેષ્ઠ રીતે પૂરી પાડીને ‘લઘુતમ સરકાર, મહત્તમ વહીવટી’ને પ્રોત્સાહન મળશે. એનાથી જીએસટી, વેટ અને રાજ્ય ઉત્પાદન કર સાથે સંબંધિત કાયદાઓમાં વધારે સમાનતા લાવવામાં મદદ મળશે. એનાથી બાકી નીકળતી રકમ વસૂલ કરવા સહિત જીએસટી વેરો, વેટ અને રાજ્ય ઉત્પાદન કરની વસૂલાત અને સંગ્રહમાં કાયદાકીય જટિલતાઓ અટકાવવામાં પણ મદદ મળશે. આ ઉપરાંત કથિત સંશોધનથી કરવેરા સાથે સંબંધિત નિયમોમાં સમાનતા આવશે તેમજ કાયદાકીય વ્યવસ્થાઓ વધારે મજબૂત થશે.
દાદર અને નગર હવેલી તથા દમણ અને દીવના કેન્દ્રશાસિત વહીવટી તંત્રોએ રાજકોષમાં બચત કરવા અને કરવેરા સત્તામંડળોની રોજિંદી કાર્યપ્રણાલીમાં સમાનતા, સ્થિરતા અને સાંમજસ્ય સુનિશ્ચિત કરવા ઉપરાંત બંને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકો માટે ‘લઘુતમ સરકાર, મહત્તમ વહીવટી’ના વિઝનને હાંસલ કરવા એક મોટું પગલું લીધું છે. આ ચીજવસ્તુ અને સેવા વેરો (જીએસટી), મૂલ્ય સંવર્ધિત કર (વેટ) અને ઉત્પાદન વેરા સાથે સંબંધિત કલમોમાં સંશોધન/વિસ્તાર/અમલ તથા દાદર અને નગર હવેલી તથા દમણ અને દીવના 26/01/2020ની નિર્ધારિત તારીખના વિલયને ધ્યાનમાં રાખીને દમણને કેન્દ્રશાસિત પ્રદેશ દાદર અને નગર હવેલી તથા દમણ અને દીવનું મુખ્યાલય બનાવીને હાંસલ કરવામાં આવ્યું છે.
NP/RP/DS
(Release ID: 1600259)
Visitor Counter : 172