મંત્રીમંડળ
મંત્રીમંડળે ભારત, ટ્યુનિશિયા અને પાપુઆ ન્યૂ ગિનીનાં ચૂંટણી પંચ વચ્ચે ચૂંટણીનાં વ્યવસ્થાપન અને વહીવટીનાં ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે થયેલા એમઓયુને મંજૂરી આપી
Posted On:
22 JAN 2020 3:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે ચૂંટણી વ્યવસ્થાપન અને વહીવટી ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે ટ્યુનિશિયાના સ્વતંત્ર ચૂંટણી સત્તામંડળ (આઈએસઆઈઈ) તથા પાપુઆ ન્યૂ ગિની ચૂંટણી પંચ (પીએનજીઈસી) સાથે સમજૂતી માટે ચૂંટણી પંચને મંજૂરી આપવા માટે કાયદા વિભાગની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
અસરઃ
આ સમજૂતીકરારથી ચૂંટણી પંચ વ્યવસ્થાપન અને વહીવટીના ક્ષેત્રમાં સહયોગ માટે ટ્યુનિશિયા સ્વતંત્ર ચૂંટણી ઉચ્ચ સત્તામંડળ (આઈએસઆઈઈ) તથા પાપુઆ ન્યૂ ગિની ચૂંટણી પંચ (પીએનજીઈસી) માટે ટેકનિકલ સહાયતા/ક્ષમતા સમર્થન તૈયાર કરવાના ઉદ્દેશ સાથે દ્વિપક્ષીય સાથસહકારને પ્રોત્સાહન મળશે. સાથે સાથે ચૂંટણી વ્યવસ્થાપન અને વહીવટનાં ક્ષેત્રમાં સહયોગ વધશે અને સંબંધિત દેશોમાં ચૂંટણીનાં સંચાલનમાં આ પ્રકારની સંસ્થાઓને બળ મળશે. પરિણામ સ્વરૂપે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત થશે.
પૃષ્ઠભૂમિ
ચૂંટણી પંચ સંબંધિત પક્ષો દ્વારા સમજૂતી પર હસ્તાક્ષર દ્વારા આખા વિશ્વનાં કેટલાંક દેશો અને સંસ્થાઓ સાથે ચૂંટણી સાથે સંબંધિત બાબતો અને ચૂંટણીની પ્રક્રિયાઓમાં સાથસહકારને પ્રોત્સાહન આપવામાં ભાગીદારી કરી રહ્યું છે. ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે, જે વિશ્વમાં સૌથી મોટા ચૂંટણી અભિયાનનું સંચાલન કરે છે. વિવિધ સામાજિક-રાજકીય અને આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતા આશરે 85 કરોડ મતદારો ધરાવતા દેશમાં સ્વતંત્ર અને તટસ્થ ચૂંટણી યોજવાની જવાબદારી ચૂંટણી પંચની છે. તાજેતરનાં વર્ષોમાં ચૂંટણી પંચની ભૂમિકાથી રાજકીય ઘટનાક્રમમાં લોકોની મહત્તમ ભાગદારી સુનિશ્ચિત થઈ છે. અત્યારે ભારતને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ગણવામાં આવે છે. ભારતમાં લોકશાહીની સફળતાથી આખા વિશ્વની મોટા ભાગની રાજકીય વ્યવસ્થાઓનું ધ્યાન ખેંચાયું છે.
વિશિષ્ટતા તરફ અગ્રેસર ચૂંટણી પંચને ચૂંટણીનાં ક્ષેત્રમાં અને એની સાથે સંબંધિત બાબતોમાં દ્વિપક્ષીય સંબંધ વિકસાવવા વિદેશની ચૂંટણી સંસ્થાઓ પાસેથી અનેક દરખાસ્તો મળી રહી છે. ચૂંટણી પંચે ચૂંટણી વ્યવસ્થાપન અને વહીવટનાં ક્ષેત્રમાં સહયોગ માટે માલદીવના ચૂંટણી પંચ સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવા સાથે સંબંધિત એક દરખાસ્ત કાયદા અને ન્યાય મંત્રાલયના કાયદા વિભાગ પાસે મોકલી છે.
આ સમજૂતીમાં માપદંડ આધારિત અનુચ્છેદ/ઉપખંડ સામેલ છે, જેમાં ચૂંટણીની પ્રક્રિયાનાં માળખા અને ટેકનિકના વિકાસનાં ક્ષેત્રમાં જ્ઞાન અને અનુભવને વહેંચવા, સૂચનાના આદાનપ્રદાનમાં મદદ કરવા, સંસ્થાઓને મજબૂત બનાવવા અને ક્ષમતા નિર્માણ કરવા, કર્મચારીઓને તાલીમ આપવા અને નિયમિત ચર્ચાવિચારણા કરવા વગેરે સહિત ચૂંટણી વ્યવસ્થાપન અને વહીવટીનાં ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક રીતે ઉલ્લેખનીય કામગીરી કરી છે.
NP/RP/DS
(Release ID: 1600194)
Visitor Counter : 197
Read this release in:
Assamese
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam