મંત્રીમંડળ

મંત્રીમંડળે ગુનાહિત બાબતોમાં ભારત અને બ્રાઝિલ વચ્ચે પારસ્પરિક કાયદાકીય સહાયતા માટેના કરારોને મંજૂરી આપી

प्रविष्टि तिथि: 22 JAN 2020 3:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ગુનાહિત બાબતોમાં પારસ્પરિક કાયદાકીય સહાયતા અંગે ભારત સરકાર અને ફેડેરેટીવ રિપબ્લિક ઓફ બ્રાઝિલની વચ્ચેના કરારો પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી.

આ કરારનો ઉદ્દેશ્ય ગુનાહિત બાબતોમાં સહયોગ અને પારસ્પરિક કાયદાકીય સહાયતાના માધ્યમથી ગુનાની તપાસ અને સુનાવણીમાં બંને દેશોની અસરકારકતા વધારવાનો છે. આંતરરાષ્ટ્રીય ગુનાઓના સંદર્ભમાં અને આતંકવાદ સાથેની તેની સાંઠગાંઠમાં આ પ્રસ્તાવિત કરાર ફેડરેટીવ રિપબ્લિક ઓફ બ્રાઝિલ સાથે ગુનાની તપાસ અને સુનાવણીમાં અને સાથે-સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ, તેમજ ગુનાના સાધનો તથા આતંકવાદી પ્રવૃત્તિઓને પૂરા પાડવામાં આવતા નાણાકીય ભંડોળની શોધખોળ, નિયંત્રણ અને જપ્તીમાં દ્વિપક્ષીય સહયોગ માટે એક વ્યાપક માળખાતંત્ર પૂરું પાડશે.

 

NP/DS/RP


(रिलीज़ आईडी: 1600140) आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam