પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓમાનના સુલતાન કબૂસ બિન સૈદ અલ સૈદના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
11 JAN 2020 8:59AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલતાન કબૂસ બિન સૈદ અલ સૈયદના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ એમના શોક સંદેશમાં કહ્યું કે “સુલતાન કબૂસ બિન સૈદ અલ સૈયદના નિધન વિશે જાણીને મને ખૂબ દુ:ખ થયું છે. તે એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાજકારણી હતા, જેમણે ઓમાનને આધુનિક અને સમૃદ્ધ રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યો. તે આપણા ક્ષેત્ર અને વિશ્વ માટે શાંતિના અગ્રદૂત હતા.
સુલતાન કબૂસ ભારતના સાચા મિત્ર હતા અને ભારત અને ઓમાન વચ્ચે જીવંત વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા માટે મજબૂત નેતૃત્વ પ્રદાન કર્યું હતું. હું તેમની પાસેથી મને મળતી હૂંફ અને સ્નેહની હંમેશા કદર કરીશ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.”
GP/DS
(રીલીઝ આઈડી: 1599229)
મુલાકાતી સંખ્યા : 187