મંત્રીમંડળ

ભારત અને જાપાન વચ્ચે કોલ એનર્જી સેન્ટર ફોર કો-ઓપરેશન સ્થાપવાની સમજૂતિના કરાર માટે સહયોગને મંત્રીમંડળની મંજૂરી

Posted On: 11 DEC 2019 6:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી મંત્રીમંડળની બેઠકમાં ભારતની સેન્ટર ઈલેક્ટ્રીસિટી ઓથોરિટી અને જાપાન કોલ એનર્જી સેન્ટર વચ્ચે કાર્યક્ષમતા અને પર્યાવરણલક્ષી સુધારા માટે લાંબા ગાળા માટે સ્થિર અને ઓછો કાર્બન છૂટે તેવી વિજળી માટે સમજૂતિના કરાર ઉપર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપવામાં આવી છે.

સમજૂતિના કરારથી લાંબા ગાળાના, સ્થિર અને ઓછો કાર્બન છૂટે તેવા થર્મલ પાવર પ્રોજેક્ટ વિકસાવવા માટેના સાધનોના અભ્યાસ, તાલિમ કાર્યક્રમો અને તેના પરિણામો અંગે જ્ઞાનના આદાન-પ્રદાનથી ભારતમાં એકંદર વીજ વિકાસ માટે ઉદ્દીપક સ્થિતિ પેદા થશે અને સાથે સાથે ભારત સરકાર સંબંધિત નીતિનું અમલીકરણ કરી શકશે.

RP/DS



(Release ID: 1596072) Visitor Counter : 167