મંત્રીમંડળ

મંત્રીમંડળે નાદારી અને નાદારીપણાની આચારસંહિતા (બીજો સુધારો) વિધેયક, 2019ને મંજૂરી આપી

Posted On: 11 DEC 2019 6:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં  મંત્રીમંડળે આજે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (બીજો સુધારો) વિધેયક, 2019નાં માધ્યમથી નાદારી અનદેવાળિયાની આચારસંહિતા, 2016ની સંહિતામાં અનેક સુધારાવધારા કરવાનાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સંશોધનનો લક્ષ્યાંક સંહિતાનાં ઉદ્દેશો પૂર્ણ કરવા તથા વેપારવાણિજ્યમાં વધારે સુગમતા સુનિશ્ચિત કરવા માટે નાદારીમાં સમાધાન પ્રક્રિયામાં આવી રહેલી વિશેષ મુશ્કેલીઓ દૂર કરવાનો છે.

પ્રસ્તાવની વિગત

સંશોધન વિધેયકનો ઉદ્દેશ કલમ 5 (12), 5 (15), 7, 11, 14, 16 (1), 21 (2), 23 (1), 29 , 227, 239, 240માં સંશોધન કરવાની સાથે સાથે નાદારી અને નાદારીપણા સંહિતા, 2016 (આચારસંહિતા)માં એક નવી કલમ 32એને સામેલ કરવાનો છે.

અસર

  1. સંહિતામાં સુધારો કરવા માટે આવતી સમસ્યાઓ દૂર થશે, સીઆઈઆરપી સુવ્યવસ્થિત થશે અને અંતિમ વિકલ્પ ધરાવતા નાણાકીય પોષણના સંરક્ષણથી નાણાકીય સંકટનો સામનો કરી રહેલા ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન મળશે.
  2. કોર્પોરેટ નાદારી સમાધાન પ્રક્રિયા (સીઆઈઆરપી) શરૂ કરવામાં થતી ગરબડોને અટકાવવા માટે વ્યાપક નાણાકીય ઋણધારકો માટે વધારાની પ્રારંભિક મર્યાદા શરૂ કરવામાં આવી છે, જેનું પ્રતિનિધિત્વ એક અધિકૃત પ્રતિનિધિ કરશે.
  3. આ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોર્પોરેટ ઋણધારકના વેપારનો આધાર નબળો ન પડે અને એનો વ્યવસાય સતત જળવાઈ રહે. આ માટે સ્પષ્ટ કરવામાં આવશે કે ઋણ અટકાવવાની સમયગાળા દરમિયાન લાઇસન્સ પરમિટ, છૂટછાટો, મંજૂરી વગેરેનો અંત લાવવામાં નહીં આવે અથવા રદ કરવામાં નહીં આવે કે પછી એને રિન્યૂ નહીં કરવામાં આવે.
  4. આઇબીસી અંતર્ગત કોર્પોરેટ ઋણધારકોને સંરક્ષણ પ્રદાન કરવામાં આવશે. આ અંતર્ગત અગાઉનું મેનેજમેન્ટ/પ્રમોટરો દ્વારા થયેલા અપરાધો માટે સફળ નાદારી સમાધાન અરજી પર કોઈ ગુનાહિત કાર્યવાહી નહીં કરવામાં આવે.

 

RP/DS



(Release ID: 1596025) Visitor Counter : 146