મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને સાઉદી અરબ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની સ્થાપના સંબંધિત કરારને પાછલી અસરથી મંજૂરી આપી

Posted On: 27 NOV 2019 11:20AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પ્રધાનમંત્રી દ્વારા 29 ઓક્ટોબર, 2019ના રોજ હસ્તાક્ષર કરવામાં આવેલા ભારત અને સાઉદી અરબ વચ્ચે વ્યૂહાત્મક સહકાર પરિષદની સ્થાપના સંબંધિત કરારને પાછલી અસરથી મંજૂરી આપી છે.

આ કરારથી બંને દેશનું ઉચ્ચ સ્તરીય નેતૃત્વ નિયમિત રીતે મુલાકાત કરવા સમર્થ બનશે અને બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અન્વયે હાલ ચાલી રહેલા પગલાંઓ/પરિયોજનાઓની પ્રગતિ પર નજર રાખવા સમર્થ બનશે. તે વ્યૂહાત્મક ભાગીદારી કે જોડાણ કરી શકાય તેવા નવા ક્ષેત્રોની ઓળખ કરવામાં મદદ કરશે અને સાથે જ પ્રાપ્ત કરવાના લક્ષ્યાંકો અને તેનાથી પ્રાપ્ત થનારા ફાયદાઓ વ્યાખ્યાઇત કરશે.

ફાયદાઓ:

આ પ્રસ્તાવનો આશય કોઇપણ જાતિ, વર્ગ અથવા તો આવકના ભેદભાવ વિના જ સાઉદી અરબ સાથે સુધરેલા આર્થિક અને વ્યવસાયિક જોડાણનો નાગરિકોને ફાયદો પ્રાપ્ત થાય તેમ કરવાનો છે.

સાઉદી અરબ સાથેનો આ કરાર સંરક્ષણ, સુરક્ષા, આતંકવાદ વિરોધી કાર્યવાહી, ઊર્જા સુરક્ષા અને અક્ષય ઊર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભાગીદારીના નવા ક્ષેત્રો ખોલશે.

 

DK/DS/GP/RP



(Release ID: 1593773) Visitor Counter : 116