મંત્રીમંડળ

મંત્રીમંડળે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન ધારા, 2019ની કલમ 74 સાથે કાયદાની કલમ 73 હેઠળ આદેશ જાહેર કરવા ભારત સરકારનાં (કાર્યવાહી કરવાનાં) નિયમો, 1961નાં નિયમ 12 હેઠળ મંજૂર કરેલી દરખાસ્તને કાર્યોત્તર મંજૂરી આપી

Posted On: 20 NOV 2019 10:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારતનાં રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન ધારા, 2019ની કલમ 73 હેઠળ કથિત કાયદાની કલમ 74 સાથે જાહેર કરેલા આદેશોને કાર્યોત્તર મંજૂરી આપી હતી.

સંસદની ભલામણ પર રાષ્ટ્રપતિએ ભારતીય બંધારણની કલમ 370 હેઠળ જાહેરનામું બહાર પાડ્યું હતું તથા જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન ધારા, 2019ને મંજૂરી આપી હતી. એ મુજબ, જમ્મુ અને કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન 31 ઓક્ટોબર, 2019થી આ રીતે થયું હતું રાજ્યમાંથી જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યાં છે.

31 ઓક્ટોબર, 2019થી જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન ધારો, 2019 અમલમાં આવ્યા પછી અગાઉનું જમ્મુ અને કાશ્મીરનું રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ અને ધારાસભા વિના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશમાં પુનર્ગઠિત થયું છે. ભારતીય બંધારણની કલમ 356 હેઠળ અગાઉનાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં 18 ડિસેમ્બર, 2018નાં રોજ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. ભારતીય બંધારણની કલમ 356 કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ પડતી નથી એટલે 31 ઓક્ટોબર, 2019નાં રોજ રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવામાં આવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરના નવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ધારાસભા અસ્તિત્વમાં ન હોવાથી કોઈ પણ બંધારણીય શૂન્યાવકાશ ટાળવા રાજ્યપાલનાં રિપોર્ટને આધારે અગાઉનાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન ધારા, 2019ની કલમ 73 હેઠળ રાષ્ટ્રપતિ શાસન જમ્મુ અને કાશ્મીરનાં કેન્દ્રશાસિત પ્રદેશમાં લાદવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિએ 31 ઓક્ટોબર, 2019નાં રોજ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન ધારા, 2019ની કલમ 74 અંતર્ગત જમ્મુ અને કાશ્મીરનાં કેન્દ્રશાસિત પ્રદેશનાં સંગઠિત ભંડોળમાંથી ખર્ચને મંજૂરી આપવા આદેશ જાહેર કર્યો હતો.

 

DS/RP



(Release ID: 1592581) Visitor Counter : 337