પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 2-4 નવેમ્બર 2019 દરમિયાન થાઇલેન્ડની યાત્રા કરશે


પ્રધાનમંત્રી આસિયાન સાથે સંબંધિત વિવિધ શિખર સંમેલનોમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી આજે બેંગકોકમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે

Posted On: 02 NOV 2019 11:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થાઇલેન્ડની રાજધાની બેંગકોકની મુલાકાતે છે. તેઓ આસિયાન સાથે સંબંધિત વિવિધ શિખર સંમેલનોમાં ભાગ લેશે, જેમાં આસિયન-ઇન્ડિયા સમિટ, ઇસ્ટ એશિયા સમિટ અને આરસીઇપી વાટાઘાટો પર બેઠક સામેલ છે. તેઓ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠકો પણ યોજશે.

પોતાનાં વિદાય વેળાનાં નિવેદનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આસિયાન સાથે સંબંધિત શિખર સંમેલનો ભારતની વિદેશી નીતિનાં મુખ્ય પાસાં છે, જેમાં સૌથી વધુ પ્રસિદ્ધ આપણી એક્ટ ઇસ્ટ નીતિ છે. ઇસ્ટ એશિયા સમિટનું મહત્ત્વ જણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ શિખર સંમેલન ભારત-પ્રશાંત વિસ્તાર માટે અમારું વિઝન પ્રસ્તુત કરવાની તક આપશે.

આજે સ્થાનિક ભારતીય સમય મુજબ સાંજે 6 કલાકે પ્રધાનમંત્રી બેંગકોકમાં સ્વાસ્દી પીએમ મોદી સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કરશે. થાઇલેન્ડમાં ભારતીય સમુદાયનાં પ્રદાનની પ્રશંસા કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ ભારતીય સમુદાયનાં લોકો સાથે ચર્ચા કરવા આતુર છે.

 

RP



(Release ID: 1590123) Visitor Counter : 110