મંત્રીમંડળ

મંત્રીમંડળે આઇડીબીઆઈ બેંકમાં સરકાર દ્વારા મૂડી ઉમેરવાની મંજૂરી આપી

Posted On: 03 SEP 2019 3:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં આઇડીબીઆઈ બેંકમાં સરકાર દ્વારા રૂ. 4,557 કરોડની મુડી ઉમેરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

એનાથી આઇડીબીઆઈની સ્થિતિ સુધારવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ મળશે તથા બેંક નફાકારકતા અને સાધારણ ધિરાણ કરવા માટે સક્ષમ બનશે તેમજ સરકારને ઉચિત સમયે એનું રોકાણ વસૂલ કરવાનો વિકલ્પ મળશે.

આઇડીબીઆઈ બેંકને એની અગાઉથી ચાલી આવતી બુકની પ્રક્રિયા પૂર્ણ કરવા એક વાર મૂડીનાં ઉમેરણની જરૂર છે. બેંકે નોંધપાત્ર રીતે બાકી નીકળતી લોનમાં સુધારો કરીને એની એનપીએમાં ઘટાડો કર્યો છે, જે જૂન, 2018માં 18.8 ટકાની ટોચ પર હતો અને જૂન, 2019માં ઘટીને 8 ટકા થયો હતો. આ માટે મૂડી એનાં શેરધારકો પાસેથી મળશે. એલઆઇસી 51 ટકા હિસ્સો ધરાવે છે અને વીમા નિયમનકારક સંસ્થા દ્વારા હિસ્સો વધારવાની છૂટ નથી. જરૂરી રૂ. 9,300 કરોડમાંથી એલઆઇસી 51 ટકા (રૂ. 4,743 કરોડ) પૂર્ણ કરશે. બાકીનાં 49 ટકા રૂ. 4,557 કરોડ સરકાર પાસેથી મળવાની દરખાસ્ત છે, જે એને એક વખત મળશે.

આ રોકાણ પછી આઇડીબીઆઈ બેંક પોતાની રીતે મૂડીમાં વધારો કરવા સક્ષમ બનશે એવી અપેક્ષા છે અને આગામી વર્ષમાં કોઈક સમયે આરબીઆઈનાં પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ) માળખાગત કાર્ય રજૂ કરશે એવી અપેક્ષા છે. આ રોકડ તટસ્થ ઉમેરણ રિકેપ બોન્ડ્સ મારફતે ઉમેરાશે એટલે સરકાર બેંકનું મૂડીકરણ કરશે અને બેંક એ જ દિવસે સરકાર પાસેથી રિકેપ બોન્ડની ખરીદી કરશે, જેથી લિક્વિડિટી કે ચાલુ વર્ષનાં બજેટ પર કોઈ અસર નહિં થાય.

પૃષ્ઠભૂમિઃ

ઓગસ્ટ, 2018માં મંત્રીમંડળની મંજૂરી પછી એલઆઇસીએ આઇડીબીઆઈ બેંકમાં 51 ટકા હિસ્સાની ખરીદી કરી હતી. સરકાર પ્રમોટર્સ તરીકે જળવાઈ રહી છે અને 46.46 ટકા હિસ્સો ધરાવે છે.

છેલ્લાં એક વર્ષ દરમિયાન આઇડીબીઆઈ બેંકનાં નાણાકીય માપદંડોમાં નોંધપાત્ર સુધારો થયો છેઃ

  • સીઆરએઆર 30.9.18નાં રોજ 6.22 ટકાથી વધીને 31.3.19નાં રોજ 11.58 થયો હતો
  • 30.9.18નાં રોજ ચોખ્ખી એનપીએ 17.3 ટકાથી ઘટીને 31.3.19નાં રોજ 10.11 ટકા અને 30 જૂન, 2019નાં રોજ 8.02 ટકા થઈ હતી.
  • પ્રોવિઝન કવરેજ રેશિયો (પીસીઆર) 69 ટકા (30.9.18)નાં રોજ સુધરીને 83 ટકા (31.3.19) અને 30 જૂન, 2019નાં રોજ વધુ વધીને 88 ટકા થયો હતો.
  • એલઆઇસી સાથે સમન્વયથી 29 કરોડ પોલિસી ધારકો 3181 શાખાઓમાં ફેલાયેલા છે તથા એલઆઇસીનાં 11 લાખ એજન્ટો અને 2 લાખ કર્મચારીઓ પણ છે.
  • એલઆઇસી સાથે સમન્વયમાં નાણાકીય વર્ષ 2019-20 માટે આવક રૂ. 500 કરોડ અને નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 1,000 રહેવાનો અંદાજ છે.
  • વીમાનાં વેચાણની શરૂઆત માર્ચ, 2019માં થઈ હતી, જેમાં પ્રીમિયમ રૂ. 160 કરોડ હતું. આ ગતિ જળવાઈ રહી છે અને ચાલુ વર્ષનાં પ્રથમ સાડા ચાર મહિનામાં પ્રીમિયમ પેટે રૂ. 250 કરોડની આવક થઈ છે. નાણાકીય વર્ષ 2019-29માં પ્રીમિયમ પેટે રૂ. 2,000 કરોડ અને રૂ. 200 કરોડની આવક કરવાનો લક્ષ્યાંક છે.
  • એલઆઇસીનાં એજન્ટોનાં નેટવર્ક દ્વારા વધારાનાં રૂ. 5,000 કરોડનાં વ્યવસાયની ધારણા છે (આવાસ લોન, ઓટો લોન, પર્સનલ લોન).

 

DK/GP/RP



(Release ID: 1584010) Visitor Counter : 182