મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને માલ્દિવ્સ વચ્ચે આરોગ્ય ક્ષેત્રમાં થયેલા એમઓયુને કાર્યોત્તર મંજૂરી આપી

Posted On: 03 JUL 2019 4:41PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારત અને પ્રજાસત્તાક માલ્દિવ્સ વચ્ચે 8 જૂન, 2019નાં રોજ આરોગ્ય ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે કરેલા સમજૂતીકરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપી છે.

આ સમજૂતી કરારમાં સાથસહકાર માટે નીચેનાં ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે: -

 

  1. મેડિકલ ડૉક્ટર્સ, અધિકારીઓ, આરોગ્ય ક્ષેત્રનાં અન્ય વ્યાવસાયિકો અને નિષ્ણાતોનું આદાનપ્રદાન અને તાલીમ;
  2. મેડિકલ અને આરોગ્ય ક્ષેત્રમાં સંશોધન ક્ષેત્રમાં વિકાસ;
  3. તબીબી ક્ષેત્ર અને તબીબી ક્ષેત્ર સાથે સંબંધિત ઉત્પાદનોનું નિયમન  તેમજ આ સંબંધમાં માહિતીનું આદાનપ્રદાન;
  4. ચેપી અને બિનચેપી રોગો;
  5. ઇ-હેલ્થ અને ટેલીમેડિસિન; અને
  6. પારસ્પરિક નક્કી થઈ શકે એવા સાથસહકારનાં અન્ય કોઈ પણ ક્ષેત્ર.

સાથ સહકાર સ્થાપિત કરવા માટે વિસ્તૃત રૂપરેખા બનાવવા માટે એક કાર્યકારી જૂથની રચના થશે, જે આ સમજૂતી કરારનાં અમલીકરણ પર નજર રાખશે.

DK/NP/GP



(Release ID: 1576966) Visitor Counter : 155