મંત્રીમંડળ

મંત્રીમંજળે હાઈ ઓલ્ટીટ્યુડ બાયોલોજી અને મેડીસીન્સમાં સંયુક્ત સંશોધન કાર્ય અંગે ભારત અને કિર્ગીસ્તાન વચ્ચે સહકાર કરારને મંજૂરી આપી

Posted On: 12 JUN 2019 8:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ભારત અને કિર્ગીસ્તાન વચ્ચે હાઈ ઓલ્ટીટ્યુડ બાયોલોજી અને મેડીસીન્સમાં સંયુક્ત સંશોધન માટે સહયોગ કરાર કરવાની મંજૂરી આપી દીધી છે.  તેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને મેડીસીન્સમાં અને ખાસ કરીને હાઈ ઓલ્ટીટ્યુડ બાયોલોજી અને મેડીસીન્સના ક્ષેત્રમાં પારસ્પરિક સંબંધને વધુ વિકસિત અને મજબૂત કરવાનો છે.

 

આ કરાર ભારતીય અને કિર્ગિઝ સૈનિકો/નાગરિકોમાં હાઈ ઓલ્ટીટ્યુડ ઉપર સૈનિકોના શારીરિક અને માનસિક ચિત્રને સમજવામાં અને યોગ પદ્ધતિ, ઔષધિઓ અને ન્યુટ્રાસ્યુટીકલ્સનો ઉપયોગ કરીને હાઈ ઓલ્ટીટ્યુડને લગતી દુર્ઘટનાઓને પહોંચી વળવામાં સહાયક બનશે.

 

 

J.Khunt/RP



(Release ID: 1574163) Visitor Counter : 221