આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

આંકડાકીય સુધારાઓ અને હાલની જીડીપી શ્રેણીઓ સાથે સંબંધિત સ્પષ્ટતા.

Posted On: 10 JUN 2019 5:19PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 10-06-2019

  1. સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયમાં થઈ રહેલાં આંકડાકીય સુધારા અને જીડીપી શ્રેણી વિશે તાજેતરમાં મીડિયાનાં કેટલાક વર્ગોમાં સમાચાર આવ્યાં છે.
  2. જ્યાં સુધી આંકડાકીય સુધારાઓની વાત છે, ત્યાં સુધી આ વાતનો વિચાર કરવો મહત્ત્વપૂર્ણ હશે કે વ્યવસ્થામાં સુધારો સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે અને સમાજની બદલાતી જરૂરિયાતો પ્રત્યે જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આવશ્યક પણ છે. છેલ્લા થોડા સમયથી આંકડાકીય વ્યવસ્થાથી પ્રાસંગિક અને ગુણવત્તાયુક્ત આંકડા તૈયાર કરવાની માગમાં વધારો થઈ રહ્યો છે. મંત્રાલય ઉપલબ્ધ સંસાધનો અને ટેકનોલજીનો સર્વોત્તમ ઉપયોગ કરીને આ માગણીઓનો સ્વીકાર કરતુ રહ્યું છે. કોઈ પણ વ્યવસ્થાની જેમ ટેકનોલોજીનાં આગમનથી આંકડાકીય પ્રક્રિયાઓ અને ઉત્પાદનોમાં સુધારાને જરૂરી બનાવી દીધા છે, જેનો ઉદ્દેશ હાલનાં સંસાધનોનો સમન્વય કરવાનો છે, જેથી વ્યવસ્થા જવાબદાર બને. તાજેતરમાં સીએસઓ અને એનએસએસઓનાં વિલિનકરણનું પગલુ ઉઠાવવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ બંને સંસ્થાઓની ક્ષમતાઓનો લાભ ઉઠાવવાનો છે, જેથી આ વધતી માગણીઓને પૂરી કરી શકાય.
  3. વર્ષ 2018માં મંત્રીમંડળે ઘણી નવી પ્રવૃત્તિઓની મંજૂરી આપી હતી, જેમાં સેવા ક્ષેત્રનાં વાર્ષિક સર્વેક્ષણ પર નવો સર્વેક્ષણ કરવો (સેવા ક્ષેત્રને વધારે વ્યાપક રીતે આવરી લેવા માટે), અનિગમિત ઉદ્યોગોનાં વાર્ષિક સર્વેક્ષણ (આ ઉદ્યોગોની પ્રાથમિક રીતે અનૌપચારિક ક્ષેત્રમાં વધારે સારી સમજણ મેળવવા માટે) સમય ઉપયોગ સર્વેક્ષણ (પરિવારનાં સભ્યોનાં સમયની સ્થિતિનું આકલન કરવા માટે) અને તમામ સંસ્થાઓની આર્થિક ગણતરી સામેલ છે. આ તમામ પ્રવૃત્તિઓ માટે મહત્ત્વપૂર્ણ નાણાકીય અને માનવીય સંસાધનોની જરૂરિયાત હોય છે, જેને ઉપલબ્ધ થવામાં સમય લાગે છે. જનશક્તિની તાત્કાલિક જરૂરિયાતોને હાલની જનશક્તિનાં સ્રોતોને નવી રીતે ઉપલબ્ધ અને વ્યવસાયિક જનશક્તિ એજન્સીઓની આઉટસોર્સિંગનો વિવેકબુદ્ધિથી સમન્વય કરીને પૂરી કરી શકાય છે. આઉટસોર્સ ફિલ્ડ સ્ટાફને પણ કામે લગાવતા અગાઉ ઉચિત તાલીમ આપવી જોઈએ અને ત્યારબાદ એનાં પર અસરકારક રીતે નજર રાખવી જોઈએ. આ મોડલ આર્થિક ગણતરી અને અન્ય એનએસએસ સર્વેક્ષણોમાં લાગુ કરવામાં આવે છે. 2013માં કરવામાં આવેલી અંતિમ આર્થિક ગણતરીમાં રાજ્ય સરકારો પાસે ફિલ્ડ કાર્યનું સંચાલન કરવા માટે કર્મચારીઓની વ્યવસ્થા કરવાની વિનંતી કરવામાં આવી હતી, જેનાં ફળસ્વરૂપે પરિણામોને અંતિમ સ્વરૂપ આપવા અને બહાર પાડવામાં વિલંબ થયો હતો. અત્યારે ચાલુ આર્થિક ગણતરી 2019માં સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયમાં ફિલ્ડનું કામ શરૂ કરવા માટે સામાન્ય સેવા કેન્દ્રો (સીએસસી) એસપીવી સાથે ભાગીદારી કરવામાં આવી છે અને આંકડાઓની ગુણવત્તા અને સારો વ્યાપ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ (એનએસએસ), રાજ્ય સરકારો અને પ્રાદેશિક મંત્રાલયોનાં અધિકારો નજર રાખવામાં અને નિરીક્ષણ કરવામાં સામેલ થશે. પહેલી વાર એનએસએસનાં ફિલ્ડ કાર્યની કડક નજર અને નિરીક્ષણનો ઉપયોગ આર્થિક ગણતરી માટે કરવામાં આવશે, જેથી રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસાય રજિસ્ટર ઊભું કરવા માટે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત પરિણામો ઉપલબ્ધ થઈ શકે. આ પ્રક્રિયા એકીકૃત રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (એનએસઓ)ની સ્થાપના દ્વારા પ્રેરિત છે.

 

  1. પુનર્ગઠન વિશે મીડિયાનાં અનેક અહેવાલોમાં એક વાતનો ઉલ્લેખ સવિશેષ જોવા મળ્યો નથી અને એ છે સાંખ્યિકી અને કાર્યક્રમનાં અમલીકરણ મંત્રાલય હાલનાં આંકડાઓમાં પ્રક્રિયા કરનાર કર્મચારીઓનું પુનઃસ્થાપન કરીને આંકડાઓની ગુણવત્તા અને આશ્વાસન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. એનએસએસમાં કમ્પ્યુટર આસિસ્ટેડ પર્સનલ ઇન્ટરવ્યૂઇંગ (સીએપીઆઈ)અને ઇ-શીડ્યુલ ટેકનોલોજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે એને ધ્યાનમાં રાખીએ તો પરંપરાગત ડેટા પ્રોસેસિંગ કામગીરીમાં મૂળભૂત પરિવર્તન કરવાની જરૂર છે. ઇ-શીડ્યુલ ટેકનોલોજી ઇન-બિલ્ટ વેલિડેશન ચકાસણી સાથે વધારે સારા અને વધારે વિશ્વસનિય ડેટા મેળવવાની સુવિધા આપે છે. આ પરિવર્તનો માટે હાલનાં ડેટા પ્રોસેસિંગ કર્મચારીઓની નવેસરથી કૌશલ્ય સંપન્ન બનાવવાની જરૂર છે, જેથી તેઓ આંકડાઓની ગુણવત્તાને સચોટ રીતે ચકાસવાની કામગીરી સારી રીતે બજાવી શકે. વિકસિત થયેલા કે વિકસી રહેલાં વહીવટી ડેટા સેટની આંકડાકીય વ્યવસ્થામાં ગુણવત્તા અને ઉપયોગિતા સુનિશ્ચિત થયા પછી એનો વધારે ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
  2. જ્યાં સુધી આંકડાઓની વિશ્વસનિયતાનો સવાલ છે, ત્યાં સુધી ભારતે મે, 2016માં સંયુક્ત રાષ્ટ્રનાં સત્તાવાર આંકડાઓનાં મૂળભૂત સિદ્ધાંતો (એફપીઓએસ) સ્વરૂપે અપનાવ્યા હતા. એટલે સરકાર આંકડાકીય વ્યવસ્થાની સ્વાયત્તા અને સ્વતંત્રતા સુનિશ્ચિત અને સંરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત વ્યવસાયિક અને વૈજ્ઞાનિક માપદંડોનું પાલન કરીને ઉચિત અને વિશ્વસનિય આંકડા તૈયાર થઈ શકે. ભારતીય સંદર્ભમાં ભૂતકાળમાં ઘણા નિષ્ણાતોની સમિતિની રચના કરવામાં આવી છે, જેમણે રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસ્થાનાં કામકાજમાં સુધારો લાવવા માટે ઘણી ભલામણો કરી છે. સાંખ્યિકી અને કાર્યક્રમનાં અમલીકરણ મંત્રાલયમાં થઈ રહેલા સુધારા આ સિદ્ધાંતો અને સાથે-સાથે રાષ્ટ્રીય આંકડાકીય પંચ (એનએસસી)ની વિવિધ ભલામણોને અનુરૂપ છે. હકીકતમાં મંત્રાલયે સત્તાવાર આંકડાઓ પર રાષ્ટ્રીય નીતિ (એનપીઓએસ)નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો અને એને જાહેર કરવામાં આવ્યો હતો. એના પર પ્રાપ્ત થયેલી ટિપ્પણીઓ પર આ નીતિને ફરીથી તૈયાર કરવામાં આવી રહી છે.
  3. 23 મે, 2019નાં રોજ જાહેર કરેલા આદેશનો ઉદ્દેશ મોટા ભાગનાં અન્ય દેશોમાં પ્રચલિત એકીકૃત એનએસઓની જેમ એનએસઓનું નિર્માણ કરવાનો છે, જે સાંખ્યિકી અને કાર્યક્રમનાં અમલીકરણ મંત્રાલયની અંદર ઉપલબ્ધ તાલમેળનો લાભ ઉઠાવીને વિશ્વસનિય અને ગુણવત્તાયુક્ત આંકડા તૈયાર કરે છે. અહીં એ પણ ઉલ્લેખ કરી શકાશે કે સરકારે ભારતનાં મુખ્ય આંકડાશાસ્ત્રી (સીએસઆઈ) તથા સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયનાં સચિવનાં પદનો વિલય એનએસઓનાં પ્રમુખ સ્વરૂપે કર્યો હતો અને પુનર્ગઠન વિશે 23 મે, 2019નાં રોજનાં આદેશને તદનુસાર સ્પષ્ટ કરી દીધો છે.
  4. એનએસસીનાં અધ્યક્ષ અને સભ્યો વરિષ્ઠ અધિકારીઓ હોય છે અને તેમને રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસ્થાને સુધારવાની જવાબદારી સુપરત કરવામાં આવી છે તેમજ મંત્રાલયનાં અધિકારી એમની ભલામણો અને ઇનપુટ પર ઉચિત સ્વરૂપે વિચાર કરે છે. એનએસસીનો દરજ્જો, ભૂમિકા તથા કામગીરી અગાઉની જેમ ચાલુ છે (સંદર્ભ 31 મે, 2019ની અખબારી યાદી). એક કાયદાકીય રૂપરેખા વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે અંતર્ગત એનએસસી સ્વતંત્રતા સાથે કામ કરી શકે છે તથા આંકડાકીય અને અમલીકરણ મંત્રાલય, વિવિધ મંત્રાલય અને રાજ્ય સરકારો મળીને રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસ્થામાં સુધારો કરવા માટે સમગ્ર સૂચનો આપી શકે છે.
  5. જ્યાં સુધી જીડીપીની શ્રેણીનો પ્રશ્ર છે, ત્યાં સુધી મંત્રાલયે અનેક સ્પષ્ટીકરણ જાહેર કર્યા છે, જેનાં પર સૂચિત અને સંતુલિત દ્રષ્ટિકોણ માટે ઉચિત વિચાર કરવાની જરૂરિયાત છે. હકીકતમાં જીડીપી શ્રેણીઓ (નવી શ્રેણીઓ અને જૂની શ્રેણીઓ) માટે વિસ્તૃત રીતો અને દ્રષ્ટિકોણ જાહેર સ્વરૂપે ઉપલબ્ધ છે. 30 મે, 2019નાં રોજ વિસ્તૃત અખબારી યાદીમાં સેવા ક્ષેત્ર પર એનએસએસ (74મો રાઉન્ડ) ટેકનિકલ રિપોર્ટની સરખામણીમાં જીડીપીનાં અનુમાનોમાં એમસીએ કૉર્પોરેટ ડેટા કવરેજને સ્થાન આપવામાં આવ્યું હતું, જેથી એમસીએ ડેટાનો ઉપયોગ મીડિયામાં ઉઠાવેલા વિષયોનું સમાધાન કરી શકે. એમાં સમજાવવામાં આવ્યું હતું કે, એનએસએસ આ સર્વે સેવા ક્ષેત્રનાં વાર્ષિક સર્વેનાં સમય દરમિયાન ઊભા થયેલા પડકારોને સમજવા માટે કરે છે. સૂક્ષ્મ સ્તરે હકીકતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને એ નોંધવામાં આવ્યું છે કે, મોટાં ભાગની કંપનીઓએ એમસીએની સાથે પોતાનું કાયદેસર ઓનલાઇન રિટર્ન દાખલ કર્યું હતું અને એને જીડીપી અનુમાનમાં નજરઅંદાજ કરવામાં આવ્યાં નથી. ખોટા વર્ગીકરણનાં પ્રશ્રની વ્યાખ્યા કરવામાં આવી કે કૉર્પોરેટ આઇડેન્ટિટી નંબર (સીઆઇએન)માં રાષ્ટ્રીય ઔદ્યોગિક વર્ગીકરણ સંહિતા સમાયેલી છે. એને નોંધણીનાં સમયે જાહેર પ્રક્રિયામાં કંપની દ્વારા પરિવર્તન કરવામાં આવે તો પણ અદ્યતન ન કરી શકાય. સેવા ક્ષેત્ર પર વાર્ષિક સર્વે કરતાં અગાઉ સાંખ્યિકી અને કાર્યક્રમનાં અમલીકરણ મંત્રાલય આ મર્યાદાઓને ધ્યાનમાં રાખશે અને સર્વે ડિઝાઇન પદ્ધતિમાં સામેલ કરવામાં આવશે. આ હકીકતોનો ઉપયોગ નવા આધારે જીડીપી શ્રેણીઓનાં સંશોધનમાં પણ કરવામાં આવશે.
  6. આ વાતની પ્રશંસા કરવી જોઈએ જે જીડીપીનો અંદાજ લગાવવો એક જટિલ કામગીરી છે અને અનુમાન અધૂરી ડેટાની ઇકોસિસ્ટમ પરથી લગાવવામાં આવે છે. એનાથી વિષયનાં નિષ્ણાતની સલાહ સાથે કાર્યપદ્ધતિ નિર્ધારિત કરતાં અગાઉ જટિલ અનુકરણ અને આંકડાકીય પૂર્વાનુમાનની જરૂર પડે છે. હકીકતમાં વર્તમાન જીડીપી શ્રેણીઓનાં ટીકાકારો 2011-12ને આધારે સંશોધન કાર્યપદ્ધતિ પર વિચાર કરવા અને એને અંતિમ સ્વરૂપ આપવામાં સામેલ હતાં. એટલે કહી શકાય કે આ સમિતિઓનો નિર્ણય સર્વાનુમતે અને સામૂહિક સ્વરૂપે લેવામાં આવ્યો હતો. સૌથી વધુ ઉચિત દ્રષ્ટિકોણ સ્વરૂપે ભલામણ કરતાં અગાઉ ડેટા ઉપલબ્ધતા અને કાર્યપદ્ધતિઓનાં પાસાંઓ પર વિચાર કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રાલય પરંપરાગત રીતે ચર્ચાવિચારણામાં વિવિધ પ્રકારનાં વ્યવસાયિકોને સામેલ કરે છે અને તેમનાં પ્રદાનથી રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસ્થાને ઘણો લાભ થયો છે. આ ઉપરાંત ભારત આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ)નાં વિશેષ ડેટા પ્રસાર માનક (એસડીડીએસ)ને માને છે અને અનુમાન જાહેર કરવા માટે અગાઉથી કેલેન્ડર જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઇએમએફએ ભારતીય જીડીપી શ્રેણીઓમાં બમણી મોંઘવારીનાં ઉપયોગ પર પ્રશ્રો ઉઠાવ્યાં છે અને ભારતે આઇએમએફને સૂચના આપી છે કે, હાલમાં ભારતમાં વર્તમાન ડેટા ઉપલબ્ધતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી. બમણી મોંઘવારી અપનાવવાથી જીડીપી વિકાસમાં થતાં પરિવર્તનને જોઈને મીડિયા રિપોર્ટમાં માનવામાં આવ્યું છે કે, જુદા-જુદા લેખકો દ્વારા પરિણામ એમનાં અલગ-અલગ અનુમાનો પર આધારિત છે. આ વિચારોને કારણે રાષ્ટ્રીય હિસાબનાં આંકડા પર સલાહ સમિતિ હાલની સ્થિતિમાં બમણી મોંઘવારીનાં ઉપયોગ પર સંમત ન થઈ. એટલું જ નહીં બમણી મોંઘવારીનો ઉપયોગ કેટલાંક એ દેશોમાં થાય છે, જેમાં ઇનપુટ ઓછો કરવા માટે ઉત્પાદક મૂલ્ય સૂચકાંક (પીપીઆઈ)ની વ્યવસ્થા હોય છે. પીપીઆઈને અંતિમ સ્વરૂપ આપવા માટે આંકડાકીય અને અમલીકરણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની સાથે કામ કરી રહ્યું છે.
  7. જ્યારે સમયે સમયે વહીવટી સ્રોતોમાંથી ડેટા કવરેજમાં સુધારો થાય અને આ સુધારાનું સારી રીતે દસ્તાવેજીકરણ થાય, ત્યારે કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)નાં અનુમાનોમાં સુધારો થાય છે. એનાં પરિણામ સ્વરૂપે જીડીપીનાં પ્રારંભિક અનુમાન રુઢિવાદી હોય છે. એમાં સુધારો કરવા માટે ડેટા સ્ત્રોત એજન્સીઓમાં પ્રાદેશિક ડેટાનો પ્રવાહ અને સંબંધિત માળખાગત નિયામકમાં સહવર્તી પરિવર્તનની જરૂર પડશે, ત્યારે વધારે મેક્રો મોડલિંગ ટેકનિકોનાં ઉપયોગમાં મદદ મળશે. મંત્રાલયનાં સત્તાવાર આંકડા પર એક રાષ્ટ્રીય ડેટા વેરહાઉસ સ્થાપિત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેમાં વિસ્તૃત આર્થિક રેશિયોની ગુણવત્તામાં વધારે સુધારો લાવવા માટે ટેકનોલોજીનાં મોટાં ડેટા વિશ્લેષણ ઉપકરણોથી સજ્જ કરવામાં આવશે. જોકે આ તમામ સુધારા એક સતત પ્રક્રિયા છે એટલે એ મહત્ત્વપૂર્ણ છે કે, વાચક અને ઉપયોગકર્તા એને સમજે અને અનુમાનમાં ડેટા અને પડકારોની મર્યાદાઓની પ્રશંસા કરે. આ સુધારો કરતાં એ અનુભવવું મહત્ત્વપૂર્ણ છે કે, નવા ડેટા સેટ અને શ્રેષ્ઠ અનુમાન પ્રાપ્ત થશે તથા આધાર વર્ષ સંશોધન દરમિયાન એસીએનએએસ દ્વારા એનાં પર ઔપચારિક ચર્ચાવિચારણા કરવામાં આવશે.
  8. અહીં એ પ્રત્યક્ષ ગેરસમજણ દૂર કરવામાં આવે છે કે, હાલની જીડીપી શ્રેણીમાં અનૌપચારિક ઉત્પાદન ક્ષેત્ર એ જ દરથી વૃદ્ધિ કરી રહ્યું છે, જે દર પર એન્યૂઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ (એએસઆઈ – ઉદ્યોગોનાં વાર્ષિક સર્વેક્ષણ) દ્વારા ઔપચારિક ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિદરને માપવામાં આવ્યો હતો. હકીકતમાં આ ફક્ત એએસઆઈ (એટલે કે પ્રોપ્રાઇટરી, પાર્ટનરશિપ, એચુયુએફ)માં ઉચિત પ્રકારનાં ઉદ્યોગોનો વિકાસ છે અને એનો ઉપયોગ ઔપચારિક/અસંગઠિત ઉત્પાદન સેગમેન્ટનાં માપદંડ સમાન અંદાજોને આગળ વધારવા માટે થાય છે, નહીં કે સંપૂર્ણ એએસઆઈની પ્રગતિમાં. આ ઉપરાંત જ્યારે નમૂનાનાં પરિણામોને વધારવાનાં આધારે પેઇડ-અપ-કેપિટલ (ચુકવવામાં આવેલી મૂડી)નો ઉપયોગ કરીને મંત્રાલય હવે વધારે વ્યાપક એમસીએ (કોર્પોરટ અફેર્સ મંત્રાલય)નાં ડેટા બેઝ (લગભગ 7 લાખ સક્રિય કોર્પોરેટ)નો ઉપયોગ કરે છે, જ્યારે આરબીઆઈ દ્વારા વિશ્લેષણ કરવામાં આવેલા ફક્ત 2,500 કોર્પોરેટનાં નમૂનાઓમાંથી પ્રાપ્ત પરિણામોનો ઉપયોગ અગાઉની જીડીપીની શ્રેણીમાં કરવામાં આવતો હતો.
  9. રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસ્થા એની આંકડાકીય પ્રક્રિયાઓમાં સ્વતંત્ર અને સ્વાયત્ત ઇકોસિસ્ટમ ધરાવે છે. કોઈ પણ પ્રકારની બાહ્ય અસરને સંપૂર્ણપણે અનુચિત ગણવામાં આવે છે. મંત્રાલય પ્રયાસ કરે છે કે, વિવિધ આંકડાકીય ઉત્પાદનો અને પ્રક્રિયાઓ વિશે ઉપયોગકર્તાઓને સતત જાણકારી આપવામાં આવે, જેથી એ ઉત્પાદન અને પ્રક્રિયાઓની આવશ્યકતા બની જાય. આ દિશામાં હવે મંત્રાલય જનતાને પ્રાથમિક રીતે સંગ્રહ કરેલા તમામ ડેટાને નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવે છે. જ્યાં સુધી બહારનાં માધ્યમિક અને વહીવટી ડેટાનાં સેટને વહેંચવાનો સંબંધ છે, ત્યાં સુધી એનું નિયમન વિવિધ કાયદાઓ દ્વારા થાય છે અને સંશોધનકર્તાઓ વધારે ડેટા મેળવવા એની જાળવણી કરતી સ્રોત સંસ્થાઓને સંપર્ક કરી શકે છે.

 



(Release ID: 1573904) Visitor Counter : 371