મંત્રીમંડળ

મંત્રીમંડળે બીજા વિશ્વયુદ્ધનાં પીઢ સૈનિકો, ઇમરજન્સી કમિશન ઓફિસર (ECOs), શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર્સ (SSCOs)અને વહેલાસર નિવૃત્તિ લેનારાઓને એક્સ-સર્વિસમેન કોન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ (ECHS) હેઠળ મેડિકલ સુવિધાઓનો લાભ આપવાનો નિર્ણય લીધો

40,000થી વધારે લોકોને લાભ થશે

Posted On: 07 MAR 2019 2:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે બીજા વિશ્વયુદ્ધમાં સામેલ થયેલા પીઢ સૈનિકો, ઇમરજન્સી કમિશન ઓફિસર્સ (ECOs), શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર (SSCOs) અને વહેલાસર નિવૃત્તિ લેનારા સૈનિકોને એક્સ-સર્વિસમેન કોન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ (ECHS)ની સુવિધા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પરિણામ સ્વરૂપે ઇસીએચએસ હેઠળ અત્યાર સુધી આવરી ન લેવાયેલા 43,000થી વધારે વ્યક્તિઓને ઇસીએચએસની સુવિધાઓ દેશભરમાં 425થી વધારે ઇસીએચએસ પોલિક્લિનિક્સ, 2500 જોડાયેલી ખાનગી હોસ્પિટલો અને તમામ સરકારી હોસ્પિટલોમાં રોકડ રહિત મેડિકલ સારવારનો લાભ આપશે.

વિશેષ વિતરણ તરીકે યુદ્ધની વિધવાઓને ઇસીએચએસમાં જોડાવા માટેના એક વાર નાણાકીય યોગદાનમાંથી મુક્તિ આપવામાં આવશે  .

એનડીએ સરકારે એપ્રિલ, 2003માં શરૂ કરેલી ઇસીએચએસ ભૂતપૂર્વ સૈનિક પેન્શનર્સ, તેમનાં આશ્રિતો અને અન્ય થોડી શ્રેણીઓમાં 54 લાખ સૈનિકોને ગુણવત્તાયુક્ત મેડિકેર સુવિધા પ્રદાન કરે છે.

ભૂતપૂર્વ સૈનિકોનાં કલ્યાણ માટે પગલાં:

સરકારે શરૂઆતથી આપણા બહાદુર ભૂતપૂર્વ સૈનિકોનાં કલ્યાણ માટેની નીતિઓ અપનાવી છે. આજનો નિર્ણય આ દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ પગલું છે. ભૂતપૂર્વ સૈનિકોએ દેશનાં રક્ષણ માટે અમૂલ્ય સેવા આપી છે.

ચાર દાયકાથી વધારે સમયથી વિલંબિંત ભૂતપૂર્વ સૈનિકો માટેની વન રેન્ક વન પેન્શન માટેની માગણીનો અમલ થવાથી 20 લાખથી વધારે ભૂતપૂર્વ સૈનિકોને યોજના અંતર્ગત રૂ. 35,000 કરોડથી વધારે ભંડોળ મળ્યું છે. સરકારના ભૂતપૂર્વ સૈનિકો માટેનાં અન્ય કલ્યાણકારી પગલાંઓમાં પેન્શનમાં 40 ટકા સુધીનો વધારો, વહેલાસર નિવૃત્તિ લેનાર સૈનિકો માટે વિકલાંગતા પેન્શન, વાસ્તવિક નિયંત્રણરેખા, નિયંત્રણરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધમાં નુકસાનની ભરપાઈ કરવા માટે વળતર, નવરચિત આર્મી બેટલ કેઝ્યુઆલિટીઝ વેલ્ફેર ફંડ મારફતે સર્વોચ્ચ બલિદાન પર સૈનિકોને નાણાકીય સહાય, કામચલાઉ ધોરણે રહેમરાહે મળતાં ભથ્થામાં વધારો, ભૂતપૂર્વ ખલાસીઓને સ્પેશિયલ પેન્શન અને અત્યાર સુધી નિવૃત્ત થયેલા 30,000થી વધારે નિવૃત્ત સૈનિકોને 36 પ્રકારની રોજગારીમાં કૌશલ્ય વિકાસની તાલીમ સામેલ છે.

 

J.Khunt/GP/RP



(Release ID: 1567894) Visitor Counter : 200