મંત્રીમંડળ

મંત્રીમંડળે છત્તીસગઢની અનુસુચિત જનજાતિઓની યાદીમાં પુનઃચકાસણી કરવા માટે મંજૂરી આપી

Posted On: 13 FEB 2019 9:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે છત્તીસગઢના અનુસુચિત જનજાતિઓ (એસટી)ની યાદીમાં પુનઃચકાસણી કરવા માટે  બંધારણ આદેશ (અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ) (સુધારા) બીલ, 2016માં અધિકૃત સુધારાઓ કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

છત્તીસગઢના અનુસુચિત જનજાતિની યાદીમાં નીચેના પરિવર્તનો કરવામાં આવશે:

  1. પ્રવિષ્ટિ 5માં, “ભારિયા ભૂમિયાપછી નીચેના નામો ઉમેરવામાં આવશે:

ભુઈંયા, ભૂઈયાન, ભૂયાન”.

  1. પ્રવિષ્ટિ 14માં નીચે મુજબ ફેરફારો કરવામાં આવશે:

“14. ધનવાર, ધનુહર, ધનુવર

  1. પ્રવિષ્ટિ 32 અને ૩૩માં નીચેની પ્રવિષ્ટિઓ ઉમેરવામાં આવશે:

“32. નાગેસિયા, નગાસિયા, કિસાન ૩૩. ઓરાંવ, ધાનકા, ધનગઢ”:

  1. 41ની પ્રવિષ્ટિ માટે નીચેના ફેરફારો કરવામાં આવશે:

“41 સવર, સંવારા, સોનરા, સાઓનરાઅને

  1. 42ની પ્રવિષ્ટિ પછી નીચે મુજબની પ્રવિષ્ટિ દાખલ કરવામાં આવશે:-

“43. બિનઝિયા”.

આ કાયદાને બંધારણ (અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ) આદેશ (સુધારા) બિલ 2019 તરીકે ઓળખવામાં આવી શકે છે. આ બિલ કાયદો બની જાય તે પછી છત્તીસગઢની અનુસુચિત જનજાતિની નવી સુધારેલ યાદીમાં ઉમેરવામાં આવેલ સમુદાયના સભ્યો પણ સરકારની વર્તમાન યોજનાઓ અંતર્ગત અનુસુચિત જનજાતિઓ માટેના લાભ મેળવવા માટે લાયક બની શકશે. આ પ્રકારની કેટલીક યોજનાઓમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, રાષ્ટ્રીય ઓવરસીઝ શિષ્યવૃત્તિ, નેશનલ ફેલોશીપ, ટોપ ક્લાસ એજ્યુકેશન, રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ ફાયનાન્સ અને ડેવલપમેન્ટ કોર્પોરેશનમાંથી કન્સેશનલ લોન, એસટી છોકરાઓ અને છોકરીઓ માટે હોસ્ટેલ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારની નીતિઓ અનુસાર તેમને નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે અનામતનો પણ લાભ મળશે.

 



(Release ID: 1564425) Visitor Counter : 220