પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં હુબલીની મુલાકાત લીધી


1.5 એમએમટી મેંગલોર એસપીઆર અને 2.5 એમએમટી પાદુર એસપીઆરનું લોકાર્પણ કર્યું

આઇઆઇટી ધારવાડ અને આઇઆઇઆઇટી ધારવાડનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી પીએમએવાય (યુ) હેઠળ 2350 લાભાર્થીઓનાં ઇ-ગૃહપ્રવેશનાં સાક્ષી બન્યાં

પ્રધાનમંત્રીએ અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું

Posted On: 10 FEB 2019 8:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકનાં એક દિવસીય પ્રવાસનાં અંતિમ ચરણમાં કર્ણાટકમાં હુબલીની મુલાકાત લીધી હતી. તેમણે હુબલીમાં ગબ્બુરમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતુ.

પ્રધાનમંત્રીએ ધારવાડમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ધારવાડનો શિલાન્યાસ દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે તેમણે ધારવાડમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. સરકાર દેશભરમાં નાગરિકોને સ્વચ્છ ઇંધણની ઉપલબ્ધતા વધારવા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (સીજીડી) નેટવર્કનો વ્યાપ વધારવા પર ભાર મૂકી રહી છે.

ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા 1.5 એમએમટીની ક્ષમતા ધરાવતાં મેંગ્લોર સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (એસપીઆર) અને 2.5 એમએમટીની ક્ષમતા ધરાવતી આઇએસપીઆરએલની પાદુર એસપીઆર પણ દેશને અર્પણ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ દેશને 18 કિમીની લંબાઈ ધરાવતાં ચિકજૌર-માયાકોંડા સેક્શનનું ડબલિંગ પણ અર્પણ કર્યું હતું. ચિકજૌર-માયાકોંડા સેક્શન એ 190 કિમીની લંબાઈ ધરાવતા હુબલી ચિકજૌર ડબલિંગ પ્રોજેક્ટનો ભાગ છે અને આ દક્ષિણ પશ્ચિમ રેલવેનાં બેંગાલુરુ હુબલી રુટ પર સ્થિત છે. ડબલિંગ બેંગાલુરુથી હુબલી, બેલગાવી, ગોવા, પૂણે અને મુંબઈને જોડતાં આ મહત્વપૂર્ણ રુટ પર લાઇનની ક્ષમતા વધરાશે, જેનાં પરિણામે ટ્રેનોની અવર-જવર ઝડપથી થશે.

પ્રધાનમંત્રી તમામ લોકો માટે મકાનની પોતાની પ્રતિબદ્ધતા જાળવી ધારવાડમાં પીએમએવાય (યુ) અંતર્ગત 2350 નિર્મિત મકાનોનાં ઇ-ગૃહપ્રવેશનાં સાક્ષી બન્યાં હતાં.

 

RP



(Release ID: 1563736) Visitor Counter : 138