મંત્રીમંડળ

મંત્રીમંડળે કૃષિગત વ્યવસાયનાં વાતાવરણમાં સુધારો કરવા માટે પરસ્પર સહયોગ સ્થાપિત કરવા ભારત અને માલદીવ વચ્ચેનાં સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 06 FEB 2019 9:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળે આજે કૃષિઅને ખેડૂત કલ્યાણ મંત્રાલય તથા માલદીવ પ્રજાસત્તાકનાં મત્સ્યપાલન, દરિયાઈ સંસાધનો અને કૃષિ મંત્રાલય વચ્ચે સમજૂતી કરારને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. જ્યારે માલદીવનાં રાષ્ટ્રપતિ 17 ડિસેમ્બર, 2018નાં રોજ ભારતનાં પ્રવાસે આવ્યાં હતાં, ત્યારે આ સમજૂતી પર હસ્તાક્ષર થયાં હતાં.

આ સમજૂતીનાં પરિણામસ્વરૂપે કૃષિ ગણના, કૃષિ સંબંધિત વેપારવાણિજ્ય, સમન્વિત કૃષિ વ્યવસ્થા, વિકસિત બિયારણ, માટીની ફળદ્રુપતાનું વ્યવસ્થાપન, સ્થાનિક કૃષિલક્ષી વેપારવાણિજ્ય ક્ષમતાનું નિર્માણ, ખાદ્ય સુરક્ષા અને પોષણનાં ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકોની જાણકારી વધારવા, જળવાયુમાં પરિવર્તનનો સામનો કરવા કૃષિ વ્યવસ્થા વિકસિત કરવા, કીટનાશક અવશેષો વગેરેનાં પરીક્ષણ માટે સુવિધાઓ સ્થાપિત કરવા વગેરે ક્ષેત્રોમાં સહયોગ વધારવા બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધારવામાં મદદ મળશે.

આ સમજૂતી અંતર્ગત સાથસહકારની યોજના તૈયાર કરવા, બંને પક્ષો દ્વારા નિર્ધારિત કામગીરીઓને લાગુ કરવા અને નિર્ધારિત પ્રક્રિયાઓનાં અમલીકરણ વિશે સંકેત આપવા માટે એક સંયુક્ત કાર્યસમૂહની રચના કરવામાં આવશે.  

 

J.Khunt/RP



(Release ID: 1563445) Visitor Counter : 174