મંત્રીમંડળ

મંત્રીમંડળે યુવાનો સાથે સંબંધિત બાબતોમાં સહયોગ માટે ભારત અને તાજિકિસ્તાન વચ્ચે સમજૂતી કરારને મંજૂરી આપી

પોસ્ટેડ ઓન: 22 NOV 2018 1:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકે યુવા બાબતોનાં સહયોગ માટે ભારત અને તાજિકિસ્તાન વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી છે.

 

યુવા બાબતોમાં સહયોગને પ્રોત્સાહન આપવાનાં સંબંધમાં ભારત અને તાજિકિસ્તાન વચ્ચે એક સમજૂતી કરાર પર બંને દેશોએ 8 ઓક્ટોબર, 2018નાં રોજ દુશામ્બેમાં હસ્તાક્ષર કર્યા હતાં. યુવા બાબતો અને રમતગમત માટે તાજિકિસ્તાનમાં ભારત સરકારનાં રાજદૂત શ્રી સોમનાથ ઘોષ અને તાજિકિસ્તાન ગણરાજ્યનાં યુવા અને રમતગમત બાબતોની સમિતિનાં અધ્યક્ષ શ્રી અબ્દુલ્લોજોદા અહમત રુસ્તમે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.

 

સમજૂતી કરાર 5 વર્ષનાં ગાળા માટે માન્ય રહેશે. યુવા બાબતોનાં સહયોગનાં ક્ષેત્રોમાં યુવાનો, યુવા સંગઠનોનાં પ્રતિનિધિઓ અને યુવા નીતિ નિર્માણમાં સંલગ્ન સરકારી અધિકારીઓં આદાન-પ્રદાન સહિત બંને દેશોમાં યુવા બાબતો પર આયોજિત થનારા આંતરરાષ્ટ્રીય સંમેલનો અને સમારંભો માટે આમંત્રણ, મુદ્રિત સામગ્રીઓ, ફિલ્મો, અનુભવો, યુવા બાબતો પર સંશોધન અને અન્ય સૂચનાઓનાં આદાન-પ્રદાન, યુવા કેમ્પ, યુવા ઉત્સવો અને બંને દેશોમાં આયોજિત થનારા અન્ય યુવા કાર્યક્રમો સામેલ છે. આ ઉપરાંત બંને દેશોનાં નિયમો અનુરૂપ સંયુક્ત રૂપે સ્વીકૃત યુવા બાબતો પર સહયોગી કામગીરીઓ પણ આ કાર્યક્ષેત્રમાં રાખવામાં આવી છે.

 

સમજૂતી કરારનો ઉદ્દેશ તાજિકિસ્તાનની સાથે યુવા બાબતો પર સહયોગને પ્રોત્સાહન આપવાનો અને તેને મજબૂત બનાવવાનો છે. આ માટે બંને પક્ષો દ્વારા આયોજિત કાર્યક્રમો અને કામગીરીઓમાં ભાગ લેવા, માહિતી અને જ્ઞાનની વહેંચણી અને યુવાનોનું આદાન-પ્રદાન કરવાનું પણ સામેલ છે.

 

ફાયદોઃ

આ સમજૂતીથી યુવા બાબતોનાં ક્ષેત્રમાં આદાન-પ્રદાનનાં કાર્યક્રમો માટે સુવિધા થશે, જેથી યુવાનોમાં વિચારો, મૂલ્યો અને સંસ્કૃતિનાં આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે તથા ભારત અને તાજિકિસ્તાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો મજબૂત થશે. બંને પક્ષો વચ્ચે આ રીતે દ્વિપક્ષીય આદાન-પ્રદાન કાર્યક્રમોથી જે લાભ થશે, એનાથી જાતિ, ધર્મ અને લિંગ ઉપરાંત તમામ યુવાઓને સમાન રીતે લાભ મળશે. એનાથી યુવાનોમાં આંતરરાષ્ટ્રીય સમજણ વિકસિત થશે અને તેઓ યુવા બાબતોનાં ક્ષેત્રમાં પોતાનું જ્ઞાન અને વિશેષતાઓને પ્રોત્સાહન આપી શકશે.

 

 

 

J.Khunt/GP/RP


(રીલીઝ આઈડી: 1553529) મુલાકાતી સંખ્યા : 169