પ્રધાનમંત્રીનું કાર્યાલય

‘મિશન ગંગે’નાં પ્રતિનિધિઓ પ્રધાનમંત્રીને મળ્યાં

Posted On: 04 OCT 2018 12:41PM by PIB Ahmedabad

ગંગા નદીની સાફસફાઈને લઈને જાગૃતિ ફેલાવવા માટે મિશન ગંગે અભિયાન પર નીકળેલા 40 સભ્યોનું એક જૂથ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતું. આ જૂથમાં દુનિયાનાં સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલનાં નેતૃત્વમાં આ અભિયાનમાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર 8 પર્વતારોહક પણ સામેલ છે.

ભારત સરકારનાં નમામિ ગંગેઅભિયાનથી પ્રેરિત આ અભિયનને મિશન ગંગાનામ આપવામાં આવ્યું છે. એક મહિના સુધી ચાલનાર આ અભિયાનમાં હરિદ્વારથી પટના સુધીનું અંતર રિવર રાફ્ટિંગ મારફતે કાપવામાં આવશે. આ દરમિયાન આ ટુકડી બિજનૌર, નારૌરા, ફારૂખાબાદ, કાનપુર, અલ્હાબાદ, વારાણસી અને બક્સરમાં રોકાશે. આ તમામ સ્થળો પર ટુકડી લોકોને ગંગાની સફાઈ પ્રત્યે જાગૃતિ લાવશે અને સ્વચ્છતા સંબંધિત કામગીરી ચલાવશે.

પ્રધાનમંત્રીએ અભિયાનનાં સભ્યો સાથે વાતચીતમાં તેમનાં દ્વારા થઈ રહેલી પહેલની પ્રશંસા કરી હતી અને ગંગા નદીની સફાઈનાં મહત્ત્વને સૂચવ્યું હતું. તેમણે જૂથનાં સભ્યોને વિનંતી કરી હતી કે તેઓ જે શહેરોમાંથી પસાર થાય ત્યાં પોતાનાં જાગૃતિ અભિયાન દરમિયાન વિશેષરૂપે શાળાનાં બાળકોને જરૂર મળે.

 

RP



(Release ID: 1548582) Visitor Counter : 117