મંત્રીમંડળ

ઇન્દોરમાં મેટ્રો રેલવે કનેક્ટિવિટીને પ્રોત્સાહન


મંત્રીમંડળે ઇન્દોર મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી, જેમાં રિંગ લાઇન (બંગાળી સ્ક્વેયર–વિજયનગર-ભાવરશાળા-એરપોર્ટ-પાટાસિયા-બંગાળી સ્ક્વેયર) સામેલ છે

Posted On: 03 OCT 2018 6:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઇન્દોર મેટ્રો રેલ યોજનાને મંજૂરી આપી દીધી છે, જેમાં બંગાળી સ્ક્વેયર-વિજયનગર-ભાવરશાળા-એરપોર્ટ-પાટાસિયા-બંગાળી સ્ક્વેયર રિંગ લાઇન સામેલ છે. આ માર્ગની કુલ લંબાઈ 31.55 કિલોમીટર છે, જે ઇન્દોરનાં તમામ મુખ્ય કેન્દ્રો અને શહેરી વિસ્તારોને જોડશે.

વિગતઃ

  1. રિંગ લાઇનની લંબાઈ 31.55 કિલોમીટર છે.
  2. રિંગ લાઇન બંગાળી સ્ક્વેયર-વિજયનગર-ભાવરશાળા-એરપોર્ટ-પાટાસિયા-બંગાળી સ્ક્વેયર સુધીની હશે.
  3. રિંગ લાઇન પર સ્ટેશનોની સંખ્યા 30 છે.
  4. આ યોજનાથી ઇન્દોર શહેરમાં સુરક્ષિત, વિશ્વસનિય અને વાજબી પરિવહન સિસ્ટમ ઉપલબ્ધ થશે, જેમાં શહેરનાં તમામ મુખ્ય કેન્દ્ર જોડાશે. એમાં દુર્ઘટનાઓમાં, પ્રદૂષણ, સફરનાં સમયમાં ઘટાડો થશે, ઊર્જાનો વપરાશ ઘટશે, અસામાજિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે તથા શહેરી વિસ્તાર અને સતત વિકાસ માટે જમીનનાં ઉપયોગમાં મદદ મળશે.
  5. આ યોજના પાછળ અંદાજે રૂ. 7500.80 કરોડનો ખર્ચ થશે અને એને ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

ફાયદાઃ

મેટ્રો રેલ યોજનાથી ઇન્દોરની 30 લાખની વસતિને પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે લાભ થશે તથા આ મેટ્રો રેલવે કોરિડોરથી રેલવે સ્ટેશન, બીઆરડી સ્ટેશન, બસોનું ફીડર નેટવર્ક, ઇન્ટરમીડિયટ પબ્લિક ટ્રાન્સપોર્ટ તથા નોન-મોટર પરિવહન માટે મલ્ટિમોડલનો સમન્વય થશે. આ યોજનામાં પ્રવાસી ભાડાં ઉપરાંત ભાડું અને જાહેરાત, ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (ટીઓડી) અને ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટ (ટીડીઆર)થી કમાણી થશે.

મેટ્રો રેલવે કોરિડોરની આસપાસનાં રહેણાક વિસ્તારોને બહુ લાભ થશે, કારણ કે આ લોકો પોતાની આસપાસનાં સ્ટેશનોથી શહેરનાં વિવિધ વિસ્તારોમાં સરળતાપૂર્વક પહોંચી જશે. રિંગ લાઇન સ્માર્ટ સિટી યોજના અંતર્ગત શહેરની ગીચ વસતિ ધરાવતાં વિસ્તારો અને નવા વિકસિત થઈ રહેલાં ક્ષેત્રોનાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને એબીડી સાથે જોડાશે.

મેટ્રો રેલવેથી સ્થાનિક રહેવાસીઓ, પ્રવાસીઓ, ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મુલાકાતીઓ અને પર્યટકોને પર્યાવરણને અનુકૂળ તથા સતત જાહેર પરિવહનનું સાધન ઉપલબ્ધ થશે.

પ્રગતિઃ

  • આ યોજનાનો અમલ કરવા માટે મધ્યપ્રદેશ મેટ્રો રેલ કંપની લિમિટેડની રચના કરવામાં આવી છે.
  • ઇન્દોર મેટ્રો રેલ યોજના માટે કેન્દ્ર સરકાર અને મધ્યપ્રદેશ સરકાર સમાન આધારે ખર્ચનું વહન કરશે અને એ માટે એશિયાન ડેવલપમેન્ટ બેંક અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક પાસેથી થોડું ઋણ લેવામાં આવશે.
  • મેસર્સ ડીબી એન્જિનીયરિંગ એન્ડ કન્સલ્ટિંગ જીએમબીએચને મેસર્સ લુઈ બર્જર એસએએસ અને મેસર્સ જિયોડેટા એન્જિનીયરિંગની સાથે ઇન્દોર મેટ્રો રેલ યોજનાનાં જનરલ કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક થઈ છે.
  • યોજનાનાં પ્રથમ સિવિલ કાર્યો માટે ટેન્ડર્સ મંગાવવામાં આવ્યાં છે. ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે.

 

RP



(Release ID: 1548485) Visitor Counter : 136