મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને મોરોક્કો વચ્ચે હવાઈ સેવા કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી

Posted On: 29 AUG 2018 1:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારત અને મોરોક્કો વચ્ચેના સુધારાયેલ હવાઈ સેવા અંગેના કરારને મંજૂરી આપી દીધી છે. નવા હવાઈ સેવા કરારના અમલીકરણ સાથે ડિસેમ્બર, 2004નો વર્તમાન હવાઈ સેવા કરાર નિષ્પ્રભાવી થઇ જશે.

ફાયદાઓ:

હવાઈ સેવા કરાર ભારત અને મોરોક્કો વચ્ચેના નાગરિક ઉડ્ડયન સંબંધોની અંદર મહત્વની ભૂમિકા અદા કરે છે અને તેનામાં બંને દેશો વચ્ચે વધુ વેપાર, રોકાણ, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરવાની ક્ષમતા રહેલી છે. તે વધુ સારી સુરક્ષા અને સંરક્ષણની ખાતરી પૂરી પાડીને ઉડ્ડયનકારોને વ્યવસાયિક તકો પૂરી પાડીને તથા વધુ અને સરળ જોડાણ પૂરું પાડીને બંને પક્ષોને સક્ષમ વાતાવરણ નિર્માણ કરવામાં મદદ કરશે.

વિગતો:

કરારના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:

  1. બંને દેશોની હવાઈ સેવા કંપનીઓ વિભિન્ન સેવા માટેના કોડ શેર કરી શકે છે.
  2. પ્રત્યેક પક્ષની પસંદ કરાયેલ એરલાઈન્સ તે જ પક્ષના, અન્ય પક્ષના અને ત્રીજા પક્ષના પસંદ કરાયેલ કેરિયર સાથે સહયોગાત્મક માર્કેટિંગ વ્યવસ્થાઓમાં ઉતરી શકે છે
  3. આ સંધિ કરાર બે માંથી કોઈપણ દેશની નિશ્ચિત કરાયેલી હવાઈ સેવાઓના વેચાણ અને પ્રોત્સાહન માટે અન્ય દેશના પ્રદેશમાં કચેરીઓ ખોલવાની મંજૂરી આપે છે.
  4. બંને દેશની પસંદ કરાયેલ હવાઈ સેવાઓ ગમે તેટલી સંખ્યામાં નક્કી કરાયેલ ચોક્કસ રૂટ પર આવાગમન કરી શકે છે, જેમ કે પસંદ કરાયેલી ભારતીય હવાઈસેવા મોરોક્કોમાં કાસાબ્લાંકા, રબાત, માર્રાકેશ, અગાદીર, ટેન્જીયર અને ફેઝમાંથી ગમે તેટલી સંખ્યામાં આવાગમન કરી શકે છે તે જ રીતે મોરોક્કોની પસંદ કરાયેલી હવાઈસેવા નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાંથી ગમે તેટલી સંખ્યામાં આવાગમન કરી શકે છે.
  5. હવાઈ સેવા કરારની અંદર સંચાલન અનુમતિ, નક્કી થયેલ સેવાઓની મુખ્ય સંચાલન નિયમન, વ્યવસાયિક તકો, સુરક્ષા અને સંરક્ષણને લગતા ક્લોઝ વગેરેને સ્થગિત કરવાની કે અટકાવવા અંગેની જોગવાઈ પણ કરવામાં આવી છે કે જેને ભારતીય મોડલ એએસએની માર્ગદર્શિકા અનુસાર તૈયાર કરવામાં આવી છે.

પૂર્વભૂમિકા:

નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં થયેલ વૃદ્ધિને ધ્યાનમાં રાખીને અને બંને સમવાય દેશો વચ્ચે સુગમ હવાઈ સંપર્કને સુધારવા અને આધુનિક બનાવવાના ઉદ્દેશ્યથી પણ વર્તમાન ભારત અને મોરોક્કો વચ્ચેના હવાઈ સેવા કરારને લાવવામાં આવ્યા હતા.

ભારત અને મોરોક્કો વચ્ચેના વર્તમાન હવાઈ સેવા કરાર પર વર્ષ 2004માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તેની અંદર સલામતિ, સુરક્ષા, હવાઈસેવાની પસંદગી, વ્યવસાયિક પવૃત્તિઓ, ભાડા વગેરે અંગેના કોઈ પ્રાવધાન નહોતા. આ ઉપરાંત સહયોગાત્મક માર્કેટિંગ વ્યવસ્થાની જોગવાઈ કે જે બંને પક્ષોને એકબીજાની ફ્લાઈટસ પર અને અન્ય ત્રીજા દેશની ફ્લાઈટ પર પણ કોડ શેર કરવામાં સક્ષમ બનાવે છે તેનો પણ વર્તમાન હવાઈ સેવા કરારોમાં સમાવેશ નથી થતો.

NP/J.Khunt/GP/RP



(Release ID: 1544316) Visitor Counter : 105