મંત્રીમંડળ

મંત્રીમંડળે ડીએનએ ટેકનોલોજી (ઉપયોગ અને પ્રસ્તુતતીકરણ) નિયમન બિલ, 2018ને મંજૂરી આપી

ડીએનએ પ્રયોગશાળાઓની ફરજિયાત માન્યતા અને નિયમન જરૂરી

Posted On: 04 JUL 2018 2:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ડીએનએ ટેકનોલોજી (ઉપયોગ અને પ્રસ્તુતતીકરણ) નિયમન બિલ, 2018ને મંજૂરી આપવામાં આવી હતી.

 

બિલની વિગત:

  • "ડીએનએ આધારિત ટેકનોલોજી (ઉપયોગ અને પ્રસ્તુતતીકરણ) બિલ 2018" બનાવવાનો મુખ્ય આશય ડીએનએ આધારિત ફોરેન્સિક ટેકનોલોજીઓની ઉપયોગિતા વધારવાનો છે, જેથી દેશનાં ન્યાયતંત્રને સાથસહકાર મળે અને દેશમાં ન્યાયતંત્ર મજબૂત થાય.
  • વિવિધ પ્રકારનાં ગુનાઓનો કોયડો ઉકેલવા માટે અને ખોવાયેલી વ્યક્તિઓની ઓળખ કરવા માટે ડીએનએ આધારિત ટેકનોલોજીના વપરાશને સમગ્ર દુનિયામાં માન્યતા પ્રાપ્ત છે.
  • ડીએનએ પ્રયોગશાળાઓની ફરજિયાત માન્યતાઓ અને નિયમન માટે મંજૂરી પ્રદાન કરીને બિલ દેશમાં આ ટેકનોલોજીનાં પ્રસ્તાવિત વિસ્તૃત ઉપયોગને સુનિશ્ચિત કરવા ઇચ્છે છે સાથે-સાથે એવી ખાતરી આપવા પણ ઇચ્છે છે કે ડીએનએ ટેસ્ટનાં પરિણામો વિશ્વસનિય છે અને આપણાં નાગરિકોનાં અંગતતા જાળવવાનાં અધિકારોની દ્રષ્ટિએ ડેટાના દુરુપયોગથી રક્ષણ મળશે.
  • ઝડપથી ન્યાય પ્રદાન કરવો.
  • ગુનાઓની સાબિતી દરમાં વધારો કરવો.
  • બિલની જોગવાઈઓ વ્યક્તિઓ વચ્ચે ઊલટ સરખામણીને શક્ય બનાવશે, જ્યારે એક તરફ અમુલ લોકોની ખોવાયેલા હોવાની ફરિયાદ નોંધાય છે અને બીજી તરફ દેશનાં વિવિધ વિસ્તારોમાં ઓળખ ન થઈ શકે એવા મૃતદેહો મળી આવે છે ત્યારે તેની ઓળખ સંપાદન કરી શકાશે તથા સામૂહિક આપત્તિમાં પીડિતોની ઓળખ સ્થાપિત પણ કરી શકાશે.

પૃષ્ઠભૂમિ:

ઇજાગ્રસ્ત માનવશરીર (હત્યા, બળાત્કાર, માનવ તસ્કરી કે ગંભીર ઈજા) તરીકે વર્ગીકૃત થયેલા અપરાધોમાં સંકળાયેલી ઘટનાઓનું તથા મિલકત (ચોરી, લૂંટફાટ અને ધાડ પાડવી સહિત) સાથે થયેલા ગુનાઓ ઉકેલવા ફોરેન્સિક ડીએનએની અસરકારક ઉપયોગિતા પુરવાર થયેલી છે. વર્ષ 2016માં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)નાં આંકડા મુજબ, દેશમાં આ પ્રકારનાં અપરાધોની કૂલ 3 લાખથી વધુ ઘટનાઓ ઘટે છે. તેમાંથી અત્યારે અતિ ઓછા કિસ્સાઓ ડીએનએ ટેસ્ટિંગને આધિન છે. એક અપેક્ષા મુજબ, આ પ્રકારની વિવિધ શ્રેણીમાં આ ટેકનોલોજીનો ઉપયોગ વધવાથી ઝડપથી ન્યાય મળશે તેમજ ગુનેગારો જાહેર થવાની સંખ્યાનાં દરમાં વધારો થશે, જે અત્યારે ફક્ત 30 ટકા આસપાસ છે (વર્ષ 2016 માટે એનસીઆરબીનાં આંકડા મુજબ).

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1537623) Visitor Counter : 174