મંત્રીમંડળ

નદીઓના આંતર જોડાણ માટે વિશેષ સમિતિનો સ્થિતિ-સહ-પ્રગતિ અહેવાલ

Posted On: 06 JUN 2018 3:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે 1.7.2016 થી 31.3.2018 દરમિયાન નદીઓના આંતરિક જોડાણ માટેની એક ખાસ સમિતિના પ્રગતિ અહેવાલને મંજૂરી આપી દીધી છે.

રિટ પિટીશન (દીવાની) – 2002ની 512: “નદીઓનું આંતર જોડાણસહિત રિટ પિટીશન સંખ્યા 2002ની 668 કે જે કેન્દ્ર સરકારને નદીઓના આંતરિક જોડાણ માટે એક વિશેષ સમિતિની રચના કરવાના આદેશ આપે છે તેને લગતા માનનીય સર્વોચ્ચ અદાલતે 27.02.2012ના રોજ આપેલ નિર્ણયના અનુસંધાનમાં નદીઓના આંતરિક જોડાણને લગતો આ પ્રગતિ અહેવાલ મંત્રીમંડળને સુપરત કરવામાં આવ્યો હતો. નદીઓના આંતરિક જોડાણ માટેની વિશેષ સમિતિ દ્વારા કરવામાં આવેલ પ્રગતિ અંગે મંત્રીમંડળને સામયિક અહેવાલ પ્રસ્તુત કરાવવો જરૂરી છે.

આઈએલઆર ઉપરના વિશેષ સમિતિના સ્થિતિ અહેવાલમાં પ્રાથમિકતાની ત્રણ લિંક - કેન બેટાવા લિંક, દમણગંગા-પિન્જલ લિંક અને પરા તાપી નર્મદા લિંકમાં થયેલ નોંધપાત્ર પ્રગતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના - 1980 અનુસાર ઓળખી કાઢવામાં આવેલ અન્ય હિમાલયના અને દ્વિપકલ્પ લિંકની સ્થિતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

NP/J.Khunt/RP



(Release ID: 1534735) Visitor Counter : 97