મંત્રીમંડળ
મંત્રીમંડળે ભારત અને મોરોક્કો વચ્ચે ખાણ અને ભૂવિજ્ઞાન ક્ષેત્રે સમજૂતી કરારને મંજૂરી આપી
પોસ્ટેડ ઓન:
16 MAY 2018 3:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા મંત્રીમંડળે ખાણકામ અને ભૂવિજ્ઞાનનાં ક્ષેત્રમાં ભારત અને મોરોક્કો વચ્ચે થયેલા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવા માટે કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી પર ભારત સરકારના ખાણ મંત્રાલય અને મોરોક્કોના ઉર્જા, ખાણ અને ટકાઉ વિકાસ મંત્રાલય વચ્ચે નવી દિલ્હીમાં 11.4.2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સમજૂતી કરાર ભૂવિજ્ઞાન અને ખાણકામ ક્ષેત્રમાં સહકાર માટે ભારત અને મોરોક્કો વચ્ચે સંસ્થાકીય વ્યવસ્થા ઉભી કરશે. આ સહકાર બંને દેશોમાં આર્થિક, સામાજિક અને પર્યાવરણનાં ક્ષેત્રો પર પરસ્પર લાભદાયી રહેશે.
આ સમજૂતી કરારનો ઉદ્દેશ ભારત અને મોરોક્કો વચ્ચે ખાણકામ અને ભૂવિજ્ઞાનના ક્ષેત્રે સહકારને મજબૂત કરવાનો છે. સહકારમાં સામેલ પ્રવૃત્તિઓમાં ભૌગોલિક માળખાનો વિકાસ, ખાણ અને ભૂવિજ્ઞાનને પ્રોત્સાહન, તાલીમ કાર્યક્રમો અને ભૌગોલિક ડેટા બેન્કની સ્થાપના વગેરેનો સમાવેશ થાય છે.
NP/J.Khunt/GP/RP
(રીલીઝ આઈડી: 1532519)
મુલાકાતી સંખ્યા : 107