મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારતીય ખાણ બ્યુરો (આઇબીએમ)ના પુનર્ગઠન - સંયુક્ત સચિવ અને તેનાથી ઉપલા સ્તરનાં પદોની રચના, નાબૂદી અને અપ્રગ્રેડેશન માટે મંજૂરી આપી

Posted On: 02 MAY 2018 3:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે ભારતીય ખાણ બ્યુરો (આઇબીએમ)નાં સંયુક્ત સચિવ તથા તેથી ઉપરના સ્તરનાં અમુક પદોમાં અપ્રગ્રેડેશન, રચના અને નાબૂદી દ્વારા પુનર્ગઠન કરવા માટે મંજૂરી આપી હતી. ભારતીય ખાણ બ્યુરોની કેડરની કુલ સંખ્યા હાલના 1477ના લેવલ પર જાળવી રાખવામાં આવશે.

પુનર્ગઠનને કારણે આઇબીએમ તેની કામગીરી અસરકારક રીતે કરી શકશે તેમજ ખનીજ ક્ષેત્રના પરિવર્તન અને નિયમનમાં અસરકારકતા આવશે. તેના દ્વારા આઇબીએમ આઈટી અને અંતરિક્ષ ટેકનોલોજીને અપનાવી શકશે તથા ખનીજ નિયમન અને વિકાસ બાબતે પોતાની અસરકારકતામાં સુધારો કરી શકશે. વધુમાં આ બધા પદો દ્વારા સંસ્થાની કામગીરીમાં ઘણી બધી નિર્ણયાત્મક અને જવાબદારીપૂર્વકની ભૂમિકાઓ નિભાવવામાં આવશે.

અસર:

આ દરખાસ્ત થકી તકનીકી કર્મચારીઓ માટે ખનીજ ક્ષેત્રે ઝડપી વિકાસના યોગદાન માટેની ઉચ્ચ જવાબદારી ધરાવતી સીધી રોજગારીની તકો ઉભી થશે, આમ એકંદરે આ ક્ષેત્રમાં વધુ રોજગાર નિર્માણ થશે. આઈબીએમની સુધરેલી અને વિસ્તૃત થયેલી કામગીરીને કારણે ખાણકામ ક્ષેત્રને ફાયદો થશે.

વિગતો:

આઇબીએમમાં સંયુક્ત સચિવ સ્તરના કેટલાક પદોના અપ્રગ્રેડેશન, રચના અને નાબૂદીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે

  1. 15માં લેવલ પર ચીફ કન્ટ્રોલર ઑફ માઈન્સની એક જગ્યા ઉભી કરવી અને 14માં લેવલ પર કન્ટ્રોલર ઑફ માઈન્સની 3 જગ્યા ઉભી કરવી
  2. 11 જગ્યાઓમાં અપ્રગ્રેડેશન કરવામાં આવશે એટલે કે 15માં લેવલથી 16માં લેવલ પર કન્ટ્રોલર જનરલની એક જગ્યા, લેવલ 14 અને 15માં ચીફ કન્ટ્રોલર ઑફ માઈન્સ અને ડિરેકટર (ઓર ડ્રેસીંગ) દરેકની એક એમ બે જગ્યાઓ અને 8 જગ્યાઓના અપગ્રેડેશન અને હાલના લેવલ 13 એ અને 14માં (કન્ટ્રોલર ઑફ માઈન્સની પાંચ જગ્યાઓ, ચિફ મિનરલ ઈકોનોમિસ્ટ, ચિફ-ઓરે ડ્રેસીંગ ઓફિસર, અને ચીફ માઈનીંગ જિયોલોજીસ્ટ દરેકની એક) તથા
  3. પે મેટ્રીક્સમાં 14માં લેવલ પરની ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (સ્ટેટિસ્ટીક્સ), ઇન્ડિયન સ્ટેટિસ્ટીકલ સર્વિસની હાલની એક કેડર પોસ્ટની નાબૂદી

પૂર્વભૂમિકા:

ભારત સરકાર દ્વારા વર્કસ, ખાણ અને ઊર્જા મંત્રાલયના નેજા હેઠળ આઇબીએમની સ્થાપના 1 માર્ચ 1948ના દિવસે મુખ્યત્વે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ખનિજ સ્રોતોના વિકાસ અને વપરાશ માટે ખાણકામ ક્ષેત્રના નીતિ ઘડતર અને કાનૂની માળખાની રચનામાં સહાયરૂપ થવા માટેની સલાહકારી સંસ્થા તરીકે કરવામાં આવી હતી. ખાણકામ્ ક્ષેત્રના સહાયક અને નિયંત્રક તરીકેની ઉભરતી જરૂરિયાતો (કોલસા, પેટ્રોલિયમ, અને એટોમિક મિનરલ સિવાયની) મુજબ આઇબીએમની ભૂમિકા અને જવાબદારી બદલાઈ ગઈ છે.

નેશનલ મિનરલ પોલિસી (એનએમપી) 2008ના સંદર્ભમાં ખાણ મંત્રાલયે આઇબીએમની ભૂમિકાની સમિક્ષા અને પુનર્ગઠન અંગે સમીક્ષા માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ તેનો અહેવાલ તા. 04-05-2018ના રોજ સુપરત કરી દીધો છે અને મંત્રાલયે તેનો સ્વીકાર કર્યો છે.

ખાણ મંત્રાલયે ખાણકામ ક્ષેત્રમાં અસરકારક સુગમતા અને નિયમન માટે આઇબીએમ મારફતે સંખ્યાબંધ પહેલો હાથ ધરી છે :

  1. સાતત્ય ધરાવતા વિકાસ માળખા (એસડીએફ)ના અમલીકરણ અને ખાણોના સ્ટાર રેટીંગના પ્રયાસો અને પહેલ દ્વારા વૈજ્ઞાનિક, પર્યાવરણલક્ષી અને સામાજીક પાસાને આવરી લેવું.
  2. ભાસ્કરાચાર્ય ઈન્સ્ટીટ્યુટ ઑફ સ્પેસ એપ્લિકેશન અને જીઓ-ઈન્ફોર્મેટિક્સના (બીઆઈએસએજી) સહયોગમાં માઈનીંગ સર્વેલન્સ સિસ્ટમ (એમએસએસ)ના વિકાસ, સેટેલાઈટથી પ્રાપ્ત થયેલી તસવીરો મારફતે મુખ્ય ખનિજોની 500 મીટરની હદમાં ગેરકાયદે થતું ખાણકામ શોધી કાઢવું.
  3. લૉ-ગ્રેડ ઓરના અપગ્રેડેશન માટે પ્રોસેસ્ડ ડેવલપમેન્ટ સહિત મિનરલ પ્રોસેસીંગ સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓ પર ઝોક મૂકવો.
  4. મિનરલ ક્ષેત્રની પ્રવૃત્તિઓના કોમ્પ્યુટરાઈઝીંગ માટે આઈટી એનેબલ્ડ માઈનીંગ ટેનેમેન્ટ સિસ્ટમ (એમટીએસ)

આઇબીએમનું સંગઠન તરીકે પુનર્ગઠન આવશ્યક હતું, જેથી નીતિ અને કાયદાઓમાં તાજેતરમાં કરાયેલા સુધારા અનુસાર, આઇબીએમના સુધારેલા કાર્યોની યાદી મુજબ અને આઇબીએમ દ્વારા હાથ ધરાતી નવી પ્રવૃત્તિઓ તથા તેના પર મૂકાયેલી જવાબદારીઓ ઉપાડી શકે. આઇબીએમ રાજ્યોને ખનિજ બ્લોક્સની હરાજીમાં અને ખનિજો માટે અપાતી રાહતોમાં વધુ પારદર્શકતા આવે તે માટે તથા રાજ્યોને સરેરાશ વેચાણ કિંમત જાહેર કરવામાં અને હરાજી પછી મોનિટરીંગ અને મંજૂરીની પ્રક્રિયાઓમાં મદદ કરી રહ્યું છે.

આઇબીએમને અપાયેલી જવાબદારીઓ યોગ્ય રીતે હાથ ધરી શકાય તે માટે તેના કાર્યાલયનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાયપુર અને ગાંધીનગર ખાતે નવા પ્રાદેશિક કાર્યાલયો શરૂ કરવામાં આવશે અને ગૌહાટી ખાતેની સબ-રિજીયોનલ ઓફિસ શરૂ કરીને તેને રિજીયોનલ ઓફિસ તરીકે અપગ્રેડ કરવામાં આવી છે. કોલકતા અને ઉદેપુર ખાતેની તેની હાલની પ્રાદેશિક ઓફિસોને ઝોનલ ઓફિસ (ઈસ્ટ) અને ઝોનલ ઓફિસ (નોર્થ) તરીકે અપગ્રેડ કરવામાં આવી છે. કૌશલ્ય વિકાસના હેતુથી એક 'ઈન્સ્ટીટ્યુટ ઑફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફ્રેમવર્ક'ની ઉદેપુરમાં સ્થાપના કરવામાં આવી છે. હૈદરાબાદમાં 'રિમોટ સેન્સીંગ સેન્ટર' તથા કોલકતામાં રાષ્ટ્રીય સ્તરના તાલિમ કેન્દ્રો, 'ઈન્સ્ટીટ્યુટ ઑફ સસ્ટેનેબલ માઈનીંગ' શરૂ કરવામાં આવ્યું છે અને વારાણસીમાં ટૂંક સમયમાં કૌશલ્ય વિકાસ કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1531056) Visitor Counter : 87