માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

માહિતી અને પ્રસારણ મંત્રાલયે IFFI 2026 મીડિયા એક્રેડિટેશનની સમયસીમા 4 નવેમ્બર 2026 સુધી લંબાવી


સિનેમા પ્રેમીઓ સિનેમાની નવી દુનિયાનો અનુભવ કરવા માટે ડેલિગેટ્સ તરીકે પણ નોંધણી કરાવી શકે છે

માહિતી અને પ્રસારણ મંત્રાલયે 57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) 2026 માટે મીડિયા એક્રેડિટેશનની અંતિમ તારીખ 4 નવેમ્બર 2026 સુધી લંબાવી છે.

20 થી 28 નવેમ્બર 2026 દરમિયાન પણજી, ગોવા ખાતે યોજાનારા આ મહોત્સવને કવર કરવાનું આયોજન કરી રહેલા મીડિયા વ્યાવસાયિકો સત્તાવાર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એક્રેડિટેશન પોર્ટલ દ્વારા તેમની અરજીઓ સબમિટ કરી શકે છે.

પાત્ર મીડિયા વ્યક્તિઓને નવી સુધારેલી સમયસીમા પહેલા તેમની નોંધણી પૂર્ણ કરવા અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા સલાહ આપવામાં આવે છે.

નોંધણી લિંક: https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx પ્રશ્નો માટે, અરજદારો iffi.mediadesk@pib.gov.in પર સંપર્ક કરી શકે છે.

એક્રેડિટેડ મીડિયા વ્યાવસાયિકોને મહોત્સવની વિવિધ પ્રવૃત્તિઓ સુધી પહોંચ મળશે, જેમાં શામેલ છે:

• ફિલ્મ સ્ક્રિનિંગ્સ

• પેનલ ચર્ચાઓ

• ફિલ્મ નિર્માતાઓ અને સિનેમા વ્યાવસાયિકો સાથે વાર્તાલાપ

• નેટવર્કિંગની તકો

• મહોત્સવના કવરેજને લગતી અન્ય પ્રવૃત્તિઓ

જે મીડિયા વ્યાવસાયિકો IFFIની અગાઉની આવૃત્તિ (56મી) માટે પોર્ટલ પર પહેલાથી જ નોંધાયેલા છે, તેઓ લોગિન કરવા અને જરૂરિયાત મુજબ તેમના દસ્તાવેજો અપડેટ કરવા માટે તે જ ઓળખપત્રોનો ઉપયોગ કરી શકે છે.

એશિયાના સૌથી પ્રખ્યાત ફિલ્મ મહોત્સવોમાંના એકમાં તમારું સ્થાન સુરક્ષિત કરવા, સિનેમાની દુનિયાને આકાર આપતા અવાજો સાથે જોડાવા, પડદા પાછળની વાર્તાઓ જાણવા અને ફિલ્મ નિર્માણ, સર્જનાત્મકતા અને સંસ્કૃતિના IFFIના જીવંત ઉત્સવનો ભાગ બનવા માટે વહેલી અરજી કરો.

વધુમાં, જેઓ મીડિયા સાથે સંકળાયેલા નથી તેવા ફિલ્મ પ્રેમીંઓ પણ https://www.iffigoa.org/delegate-registration દ્વારા ડેલિગેટ્સ તરીકે IFFI માટે નોંધણી કરાવી શકે છે અને 57મા IFFI 2026માં ઓફર કરાતી ફિલ્મો અને અન્ય પ્રવૃત્તિઓના સમૃદ્ધ વારસાનો આનંદ માણી શકે છે.

IFFI વિશે

1952માં શરૂ થયેલ, આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એ દક્ષિણ એશિયાનો સૌથી જૂનો અને સૌથી મોટો સિનેમા ઉત્સવ છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) અને ગોવા રાજ્ય સરકારના એન્ટરટેઇનમેન્ટ સોસાયટી ઓફ ગોવા (ESG) દ્વારા સંયુક્ત રીતે આયોજિત, IFFI વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, દિગ્ગજો અને ઉભરતા અવાજોને એક મંચ પર લાવે છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સાંસ્કૃતિક પ્રદર્શનો, માસ્ટરક્લાસ અને શ્રદ્ધાંજલિઓ સાથે, આ મહોત્સવ ગોવાના જીવંત વાતાવરણની પૃષ્ઠભૂમિમાં વિવિધ વાર્તાઓ, ભાષાઓ અને સિનેમેટિક પરંપરાઓની ઉજવણી કરે છે.

57મા IFFI 2026 વિશે વધુ માહિતી અને નવીનતમ વિગતો માટે કૃપા કરીને https://www.iffigoa.org/ ની મુલાકાત લો.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2329398) મુલાકાતી સંખ્યા : 35