પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ આયુષ વર્માને અભિનંદન પાઠવ્યા


પોસ્ટેડ ઓન: 21 OCT 2026 6:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની શૉટ પુટ F53 સ્પર્ધામાં ઉત્કૃષ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતવા બદલ આયુષ વર્માને અભિનંદન પાઠવ્યા છે.

શૉટ પુટમાં ગોલ્ડ અને જેવલિન થ્રોમાં બ્રોન્ઝ મેડલ સાથે, આયુષે પોતાની ડેબ્યૂ (પદાર્પણ) એશિયન પેરા ગેમ્સ સફરનો અંત બે મેડલ સાથે કર્યો છે તેમ નોંધતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ ખરેખર પ્રતિભા, બહુમુખી ક્ષમતા અને દ્રઢ નિશ્ચયનું એક અદ્ભુત પ્રદર્શન છે, અને આગામી રમતગમતની સફર માટે શુભકામનાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

"એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની શૉટ પુટ F53 સ્પર્ધામાં ઉત્કૃષ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતવા બદલ આયુષ વર્માને અભિનંદન. શૉટ પુટમાં ગોલ્ડ અને જેવલિન થ્રોમાં બ્રોન્ઝ સાથે, આયુષે પોતાની ડેબ્યૂ એશિયન પેરા ગેમ્સ સફરનો અંત બે મેડલ સાથે કર્યો છે. ખરેખર પ્રતિભા, બહુમુખી ક્ષમતા અને દ્રઢ નિશ્ચયનું અદ્ભુત પ્રદર્શન. આગામી રમતગમતની સફર માટે શુભકામનાઓ: PM @narendramodi"

SM/JD


(રીલીઝ આઈડી: 2326153) મુલાકાતી સંખ્યા : 15