ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને સંગીતકાર દેવાના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 17 OCT 2026 3:39PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને પ્રખ્યાત સંગીતકાર દેવાના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

તેમના શોક સંદેશામાં, ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દેવા એ તેમની અનન્ય સંગીત શૈલી અને લોકોના જીવન તથા લાગણીઓને રજૂ કરતા લોકપ્રિય 'ગાના' ગીતો દ્વારા તમિલ સિનેમા ઉદ્યોગમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી. તેમણે કહ્યું કે દેવાએ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં 400થી વધુ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું, જે ભારતીય સિનેમામાં ચિરંજીવ યોગદાન છે.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દેવાની યાદગાર રચનાઓ અને 'ગાના' સંગીતમાં વિશિષ્ટ યોગદાન સંગીતપ્રેમીઓની પેઢીઓ દ્વારા હંમેશા યાદ રાખવામાં આવશે. તેમણે સંગીતકારના અવસાનને તમિલ ફિલ્મ અને સંગીત ઉદ્યોગ માટે મોટી ખોટ ગણાવી હતી.

શ્રી સી. પી. રાધાકૃષ્ણને શોકગ્રસ્ત પરિવાર, સગાં-સંબંધિઓ, મિત્રો, સિનેમા જગતના સભ્યો અને સંગીતપ્રેમીઓ પ્રત્યે પોતાની હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી હતી.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2324674) મુલાકાતી સંખ્યા : 23