સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

FSSAI છ મહિના સુધીના શિશુઓ માટેના ઉત્પાદનોમાં સુક્રોઝ અને ફ્રુક્ટોઝના ઉમેરા પર પ્રતિબંધ મૂકીને શિશુ પોષણના ધોરણોને મજબૂત કરવા તરફ આગળ વધે છે


FSSAI એ શિશુ પોષણ નિયમોમાં સુધારાનો મુસદ્દો બહાર પાડ્યો છે, જેમાં બાળપણ દરમિયાન ખાંડ ઉમેરવા સામે વધુ કડક સુરક્ષા પગલાંનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે

પ્રસ્તાવિત પ્રતિબંધનો હેતુ યોગ્ય શિશુ પોષણને પ્રોત્સાહન આપવાનો અને જીવનના નિર્ણાયક પ્રથમ છ મહિના દરમિયાન તંદુરસ્ત વિકાસ અને વૃદ્ધિને ટેકો આપવાનો છે

આ પહેલ નિવારક આરોગ્યસંભાળ, બાળ પોષણ અને લાંબા ગાળાના આરોગ્ય અને સુખાકારી પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે

પોસ્ટેડ ઓન: 17 OCT 2026 1:59PM by PIB Ahmedabad

શિશુઓ માટેના પોષણ સંબંધી સુરક્ષાત્મક પગલાંને મજબૂત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો પ્રાધિકરણ (FSSAI) એ ખાદ્ય સુરક્ષા અને ધોરણો (શિશુ પોષણ માટેના ખાદ્ય પદાર્થો) વિનિયમો, 2020માં સુધારાનો મુસદ્દો પ્રકાશિત કર્યો છે, જેમાં છ મહિના સુધીની ઉંમરના શિશુઓ માટે ઉદ્દેશિત ખાદ્ય ઉત્પાદનોમાં સુક્રોઝ અને ફ્રુક્ટોઝના ઉમેરા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે.

16 ઓક્ટોબર 2026ના રોજ ભારતના રાજપત્ર (ગેઝેટ ઓફ ઇન્ડિયા)માં પ્રકાશિત થયેલ મુસદ્દા ખાદ્ય સુરક્ષા અને ધોરણો (શિશુ પોષણ માટેના ખાદ્ય પદાર્થો) સુધારા વિનિયમો, 2026, જીવનના પ્રારંભિક તબક્કા દરમિયાન ઉમેરેલી ખાંડના સંપર્કમાં આવવાનું લઘુત્તમ રાખવા પર વિશેષ ભાર મૂકીને શિશુ પોષણ ઉત્પાદનો વય-યોગ્ય પોષક જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરીને હાલના નિયમનકારી માળખાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરે છે.

હાલના વિનિયમો જન્મથી લઈને 24 મહિના સુધીના બાળકો માટે ઉદ્દેશિત શિશુ પોષણ ઉત્પાદનોની વિવિધ શ્રેણીઓ માટે વ્યાપક પોષક રચના, ગુણવત્તા અને સુરક્ષાના ધોરણો નિર્ધારિત કરે છે. વર્તમાન જોગવાઈઓ હેઠળ, લેક્ટોઝ અને ગ્લુકોઝ પોલિમર એ કાર્બોહાઇડ્રેટ્સના પસંદગીના સ્ત્રોતો છે, જ્યારે સુક્રોઝ અને/અથવા ફ્રુક્ટોઝ માત્ર ત્યારે જ ઉમેરી શકાય છે જ્યારે કાર્બોહાઇડ્રેટ સ્ત્રોત તરીકે જરૂરી હોય, જે નિર્ધારિત મર્યાદાઓને આધીન છે.

આ જોગવાઈઓના આધારે, સુધારાનો મુસદ્દો છ મહિના સુધીના શિશુઓ માટેના ઉત્પાદનોમાં સુક્રોઝ અને ફ્રુક્ટોઝના ઉમેરા પર ચોક્કસ પ્રતિબંધનો પ્રસ્તાવ મૂકે છે. પ્રસ્તાવિત જોગવાઈ જણાવે છે કે "6 મહિના સુધીની ઉંમરના શિશુઓ માટેના ઉત્પાદનોમાં સુક્રોઝ અને ફ્રુક્ટોઝ ઉમેરી શકાશે નહીં".

જીવનના પ્રથમ છ મહિના તંદુરસ્ત વિકાસ અને વૃદ્ધિ માટે એક નિર્ણાયક સમયગાળો રજૂ કરે છે, જે યોગ્ય પોષણને વિશેષરૂપે મહત્વપૂર્ણ બનાવે છે. પ્રસ્તાવિત પ્રતિબંધ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે શિશુ પોષણ ઉત્પાદનો સુક્રોઝ અને ફ્રુક્ટોઝના અનાવશ્યક ઉમેરા વિના આ વય જૂથની પોષણ સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરે. આ પગલાનો હેતુ ઉમેરેલી ખાંડના પ્રારંભિક સંપર્ક સાથે સંકળાયેલી ચિંતાઓ, જેમાં બાળપણના મેદસ્વીપણા અને સંબંધિત આરોગ્ય પડકારો સાથે જોડાયેલા આહાર ચિંતાજનક પરિબળો સામેલ છે, તેને દૂર કરવાના વ્યાપક જાહેર આરોગ્ય પ્રયાસોને ટેકો આપવાનો પણ છે.

આ પહેલ જીવનના પ્રથમ છ મહિના દરમિયાન માત્ર સ્તનપાનને પ્રોત્સાહન આપતી સ્થાપિત જાહેર આરોગ્ય ભલામણોને પૂરક બનાવે છે. શિશુ પોષણ ઉત્પાદનો માટેના ધોરણોને મજબૂત કરીને, પ્રસ્તાવિત સુધારો યોગ્ય શિશુ આહાર પદ્ધતિઓને ટેકો આપવાનો પ્રયાસ કરે છે જ્યારે ઉત્પાદકોને નાના શિશુઓની ચોક્કસ પોષણ જરૂરિયાતોને પ્રાધાન્ય આપતી રચનાઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

પ્રસ્તાવિત નિયમનકારી પગલું વિજ્ઞાન- આધારિત ખાદ્ય ધોરણો, જવાબદાર ઉત્પાદન રચના અને નિવારક પોષણ પર FSSAIના સતત ધ્યાન સેન્દ્રિત કરવાની બાબતને દર્શાવે છે. તે દેશની વ્યાપક જાહેર આરોગ્ય પ્રાથમિકતાઓના એક અભિન્ન અંગ તરીકે જીવનના પ્રારંભિક તબક્કાથી જ બાળકોની પોષણ સંબંધી સુખાકારીનું રક્ષણ કરવાના મહત્વ પર પણ ભાર મૂકે છે.

રાજપત્રની સૂચના જાહેર સલાહ-મસલત માટે પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં સૂચના ધરાવતા સત્તાવાર રાજપત્રની નકલો જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવે તે તારીખથી 60 દિવસની અંદર રસ ધરાવતા પક્ષકારો/હિતધારકો પાસેથી વાંધા અને સૂચનો આમંત્રિત કરવામાં આવ્યા છે. નિયત સમયગાળામાં મળેલા રજૂઆતો પર સુધારાને આખરી ઓપ આપતા પહેલા FSSAI દ્વારા વિચારણા કરવામાં આવશે.

ગેઝેટ નોટિફિકેશન અહીં ઉપલબ્ધ છે:

https://egazette.gov.in/(S(3nckv5a5rxblmebm3laawlkr))/ViewPDF.aspx

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2324657) મુલાકાતી સંખ્યા : 16