કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
આશાસ્પદ ઉમેદવારોની પ્રબળ માંગને પગલે ઇન્ડિયાસ્કિલ્સ 2026-27 નોંધણી પ્રક્રિયા 19 ઓક્ટોબર સુધી ફરી શરૂ કરવામાં આવી છે
વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ 2026 માં ટોપ 10 માં સ્થાન મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને પગલે આમાં નવો ઉત્સાહ જોવા મળ્યો
પોસ્ટેડ ઓન:
13 OCT 2026 5:27PM by PIB Ahmedabad
સંસ્થાઓ અને આશાસ્પદ સહભાગીઓની ઘણી વિનંતીઓને પગલે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) એ ઇન્ડિયાસ્કિલ્સ સ્પર્ધા 2026-27 માટેની રજીસ્ટ્રેશન વિન્ડો 19 ઓક્ટોબર 2026 સુધી ફરી ખોલી છે. વર્લ્ડસ્કિલ્સ સ્પર્ધા શાંઘાઈ ખાતે ટીમ ઇન્ડિયાના અનુકરણીય પ્રદર્શનને પરિણામે કૌશલ્ય સ્પર્ધાઓમાં જાગેલા નવેસરના રસ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં આ ભારતીય જૂથે છ સિલ્વર મેડલ અને 20 મેડલિયન્સ ફોર એક્સિલન્સ જીતીને વૈશ્વિક સ્તરે 10મું સ્થાન મેળવ્યું હતું.
આ ગતિવિધિ ત્યારે વધુ મજબૂત બની જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 ઓક્ટોબર 2026 ના રોજ તેમના નિવાસસ્થાન, 7, લોક કલ્યાણ માર્ગ, નવી દિલ્હી ખાતે ટીમ ઇન્ડિયાના વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ 2026 ના સ્પર્ધકોની યજમાની કરી. તેમના વાર્તાલાપે ભારતના કુશળ યુવાનોની સિદ્ધિઓની ઉજવણી કરી અને રાષ્ટ્રીય વિકાસમાં વ્યાવસાયિક ઉત્કૃષ્ટતાના મહત્વ પર ભાર મૂક્યો. આ વાર્તાલાપ પછી, મંત્રાલયને ઇન્ડિયાસ્કિલ્સ 2026-27 માટે રજીસ્ટ્રેશન ફરીથી ખોલવા માટે સંસ્થાઓ અને આશાસ્પદ સહભાગીઓ તરફથી અસંખ્ય વિનંતીઓ મળી હતી. તેના પ્રતિભાવમાં, રજીસ્ટ્રેશન વિન્ડો 19 ઓક્ટોબર 2026 સુધી ફરી ખોલવામાં આવી છે, જે વધુ યુવાનોને તેમની કુશળતા પ્રદર્શિત કરવાની, રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની અને વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા તરફ કામ કરવાની તક પૂરી પાડે છે.
ઇન્ડિયાસ્કિલ્સ 2026-27 માં અંદાજે 4.0 લાખ રજીસ્ટ્રેશન મળી ચૂક્યા છે, જે પોતાની ક્ષમતાઓ દર્શાવવામાં અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ધોરણો સામે સ્પર્ધા કરવામાં યુવાનોના રસને પ્રતિબિંબિત કરે છે. પાત્રતા ધરાવતા આશાસ્પદ ઉમેદવારો કે જેઓ અગાઉ રજીસ્ટ્રેશન કરાવી શક્યા ન હતા, તેઓ હવે સ્કીલ ઇન્ડિયા ડિજિટલ હબ (SIDH) પર 19 ઓક્ટોબર 2026 સુધીમાં પોતાની અરજીઓ પૂર્ણ કરવાની તક ઝડપી શકે છે.
નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) ના અમલીકરણ ભાગીદાર તરીકે MSDE ના તત્વાવધાન હેઠળ આયોજિત, ઇન્ડિયાસ્કિલ્સ 2026-27 મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, ડિજિટલ ટેકનોલોજી, ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ ક્ષેત્રે 63 ઉદ્યોગ-સંબંધિત કૌશલ્ય શ્રેણીઓને આવરી લે છે.
આ સ્પર્ધા જિલ્લા/ઝોનલ, રાજ્ય, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરો દ્વારા એક સંરચિત માર્ગ પૂરો પાડે છે, જે પ્રતભાશાળી યુવાનોને તેમની કુશળતા દર્શાવવા, નિષ્ણાત માર્ગદર્શન મેળવવા અને આંતરરાષ્ટ્રીય કૌશલ્ય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તકો તરફ આગળ વધવા સક્ષમ બનાવે છે.
મંત્રાલયે રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs), પોલિટેકનિક, કોલેજો, કૌશલ્ય તાલીમ સંસ્થાઓ અને ઉદ્યોગ ભાગીદારોને ફરીથી ખોલવામાં આવેલી વિન્ડો વિશે માહિતી પ્રસારિત કરવા અને રજીસ્ટ્રેશન સુગમ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ વધારાની તકનો ઉદ્દેશ્ય ભાગીદારીને વ્યાપક બનાવવાનો અને વધુ આશાસ્પદ કૌશલ્ય ચેમ્પિયનોને સ્પર્ધામાં લાવવાનો છે.
ટીમ ઇન્ડિયાએ વર્લ્ડસ્કિલ્સ લિયોન 2024 માં તેના 13માં ક્રમના સ્થાનમાં સુધારો કરીને વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ 2026 માં છ સિલ્વર મેડલ અને 20 મેડલ ફોર એક્સિલન્સ જીતીને 10મું સ્થાન મેળવ્યું હતું. 63 કૌશલ્યોમાં ભારતના અત્યાર સુધીના સૌથી મોટા 70 સ્પર્ધકોના જૂથે ભાગ લીધો હતો. તેમના પ્રદર્શને કૌશલ્યો, વિશિષ્ટ તાલીમ અને સતત તૈયારીઓ યુવાન ભારતીયો માટે જે તકો ઊભી કરી શકે છે તેના પર રાષ્ટ્રીય ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
રજીસ્ટ્રેશન 19 ઓક્ટોબર 2026 ના રોજ બંધ થશે.
અહીં રજીસ્ટર કરો: https://www.skillindiadigital.gov.in/india-skills-competition
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2323229)
મુલાકાતી સંખ્યા : 7