સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રીએ ચેક રિપબ્લિકના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને ઉદ્યોગ તથા વેપાર મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી
બંને પક્ષો સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવા પર સંમત થયા
પોસ્ટેડ ઓન:
13 OCT 2026 1:16PM by PIB Ahmedabad
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 13 ઓક્ટોબર 2026ના રોજ નવી દિલ્હીમાં ચેક રિપબ્લિકના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને ઉદ્યોગ તથા વેપાર મંત્રી શ્રી કેરેલ હેવલિચેક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ વાર્તાલાપ દરમિયાન, બંને નેતાઓએ બંને દેશો વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરી હતી. બંને પક્ષોએ ચાલુ સહયોગ અને વિવિધ સંયુક્ત સાહસોની સફળ સ્થાપનાનું સ્વાગત કર્યું હતું, ત્યારે તેઓ 'મેક-ઈન-ઈન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' ને પ્રોત્સાહન આપવા માટે ભારત-ચેક સંયુક્ત સંરક્ષણ સમિતિના નેજા હેઠળ આ સહયોગને વધુ વિસ્તારવા માટે સંમત થયા હતા.
_20261013131751_242c40.jpeg)
_20261013131828_0656c9.jpeg)
બંને નેતાઓએ શાંતિ અને સુરક્ષાના વર્તમાન મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી અને પ્રાદેશિક સ્થિરતા જાળવવા માટે વધુ સહયોગની જરૂરિયાત સ્વીકારી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત અને ચેક રિપબ્લિક વચ્ચેની ભાગીદારી ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો તથા પરસ્પર વિશ્વાસ અને આદરના સહિયારા મૂલ્યો પર આધારિત છે.
_20261013131849_190345.jpeg)
શ્રી કેરેલ હેવલિચેક ભારતની ચાર દિવસીય મુલાકાતે છે અને વિવિધ મંત્રાલયો, વેપાર અને વ્યવસાયો સાથે મુલાકાત કરી રહ્યા છે. તેઓ તેમના પ્રવાસ દરમિયાન બેંગલુરુ અને મુંબઈમાં વિવિધ ઉદ્યોગોની પણ મુલાકાત લેવાના છે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2322713)
મુલાકાતી સંખ્યા : 20