પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સરકારના વડા તરીકે રાષ્ટ્ર સેવાના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ શુભેચ્છા પાઠવવા માટે ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રધાનમંત્રીનો આભાર માન્યો



પોસ્ટેડ ઓન: 08 OCT 2026 7:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે રાષ્ટ્ર સેવાના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ પાઠવેલી ઉષ્માભરી શુભેચ્છાઓ અને સુંદર શબ્દો માટે ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ કમલા પ્રસાદ-બિસેસરનો આભાર માન્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત અને ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મૈત્રી નવી ઊંચાઈઓ સર કરી રહી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા વર્ષોમાં બંને દેશો તેમની ભાગીદારીને વધુ મજબૂત કરશે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;

“ઉષ્માભરી શુભેચ્છાઓ અને સુંદર શબ્દો માટે પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર આપનો આભાર. ભારત અને ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મૈત્રી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. અમે આવનારા વર્ષોમાં આપણી ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ઉત્સુક છીએ.

@PM_Kamla”

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2321034) મુલાકાતી સંખ્યા : 6
આ રીલીઝ વાંચો: English , Urdu , Assamese , Tamil , Telugu , Kannada