સંરક્ષણ મંત્રાલય
DRDO દ્વારા હાઈ-એલ્ટિટ્યુડ પ્લેટફોર્મનું સફળ ફ્લાઈટ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું
પોસ્ટેડ ઓન:
06 OCT 2026 3:33PM by PIB Ahmedabad
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા હાઇ-એલ્ટિટ્યુડ પ્લેટફોર્મ (HAPS) નું સફળ ફ્લાઇટ ટ્રાયલ હાથ ધર્યું છે. આ પ્રાયોગિક ઉડ્ડયને સરેરાશ દરિયાઈ સપાટી (AMSL) થી 21 કિમીની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી અને જમીન પર પાછા આવવાનો આદેશ આપવામાં આવ્યો તે પહેલાં તે 30 મિનિટથી વધુ સમય માટે 20 કિમી AMSL ની ઊંચાઈ પર રહ્યું હતું. સિસ્ટમને સફળતાપૂર્વક પુનઃપ્રાપ્ત કરવામાં આવી હતી અને ફ્લાઇટના કામગીરી સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર ઉડાન દરમિયાન ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન ખાતે એરબોર્ન પ્લેટફોર્મ પરથી રિયલ-ટાઇમ વીડિયો ડેટા અને વ્હીકલના અન્ય તમામ પરિમાણો મેળવવામાં આવ્યા હતા, જેણે અપેક્ષિત ફ્લાઇટ પ્રદર્શન દર્શાવ્યું હતું. આ સિસ્ટમમાં વિવિધ સબ-સિસ્ટમ્સ ઉપરાંત ઇનર્શિયલ મેઝરમેન્ટ યુનિટ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) રિસીવર, ઓનબોર્ડ કેમેરા, એલ્ટિટ્યુડ કંટ્રોલ મેકેનિઝમ જેવા વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ ઇલેક્ટ્રોનિક પેકેજો મૂકવામાં આવ્યા હતા. આ ટ્રાયલ ભારતીય વાયુસેના, CEMILAC, DGCA, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) અને અન્ય નાગરિક સત્તામંડળો જેવી વિવિધ એજન્સીઓના સહયોગથી હાથ ધરવામાં આવી હતી.
હાઇ-એલ્ટિટ્યુડ પ્લેટફોર્મ, જે હવા કરતાં હળવું અને લાંબા સમય સુધી ટકી રહે તેવું સ્ટ્રેટોસ્ફેરિક એરિયલ સર્વેલન્સ પ્લેટફોર્મ છે, તેને આગ્રા સ્થિત એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી રહ્યું છે.
માનનીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે હાઇ-એલ્ટિટ્યુડ પ્લેટફોર્મના સફળ ફ્લાઇટ ટ્રાયલ બદલ DRDO, IAF, PSU અને ઉદ્યોગ જગતને અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું છે કે આ સફળ ટ્રાયલ લાંબા સમય સુધી ટકી શકતી સ્ટ્રેટોસ્ફેરિક એરશિપ સાકાર કરવા તરફ ભારતની 'આત્મનિર્ભર ભારત' સફરમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.
રક્ષા સચિવ, રક્ષા સંશોધન અને વિકાસ વિભાગ (DRD) ના સચિવ અને DRDO ના અધ્યક્ષ શ્રી રાજેશ કુમાર સિંહે હાઇ-એલ્ટિટ્યુડ એરશિપ પ્લેટફોર્મના ફ્લાઇટ ટ્રાયલ (ઉડાન પરીક્ષણ) સાથે સંકળાયેલી ટીમોને અભિનંદન પાઠવ્યા છે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2319558)
મુલાકાતી સંખ્યા : 13