પ્રધાનમંત્રીનું કાર્યાલય
એશિયન ગેમ્સમાં સેપક ટાકડા રમતમાં ઐતિહાસિક બ્રોન્ઝ જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભારતીય પુરુષ ક્વાડ્રન્ટ ટીમને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
02 OCT 2026 6:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય પુરુષ ક્વાડ્રન્ટ ટીમને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ગેમ્સમાં પુરુષોની ક્વાડ્રન્ટ ઇવેન્ટમાં ભારતનો આ સર્વપ્રથમ મેડલ છે. તેમણે કહ્યું કે ટીમનો દ્રઢ નિશ્ચય અને લડાયક ભાવના અનુકરણીય છે.
શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ સિદ્ધિ સમગ્ર દેશમાં સેપકટાકરોને વધુ વેગ આપશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પોસ્ટમાં કહ્યું;
"ભારતીય સેપક ટાકડા રમત માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ! એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય પુરુષ ક્વાડ્રન્ટ ટીમને અભિનંદન. ગેમ્સમાં પુરુષોની ક્વાડ્રન્ટ ઇવેન્ટમાં ભારતનો આ સર્વપ્રથમ મેડલ છે. તેમનો દ્રઢ નિશ્ચય અને લડાયક ભાવના અનુકરણીય છે. આ સિદ્ધિ સમગ્ર દેશમાં સેપકટાકરોને વધુ વેગ આપશે: PM @narendramodi"
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2318341)
મુલાકાતી સંખ્યા : 14