વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલ G20 વેપાર મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે જશે
શ્રી ગોયલ મિલવોકી, શિકાગો અને ન્યૂયોર્કમાં અમેરિકન ઉદ્યોગના નેતાઓ, રોકાણકારો અને સ્ટાર્ટઅપ સમુદાય સાથે જોડાશે
પોસ્ટેડ ઓન:
28 SEP 2026 6:19PM by PIB Ahmedabad
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલ 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર 2026 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની મુલાકાતે જશે. શ્રી ગોયલ યુ.એસ. ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ના આમંત્રણ પર 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર 2026 ના રોજ મિલવોકી, વિસ્કોન્સિન ખાતે યોજાનારી G20 વેપાર મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે.
આ બેઠક G20 સભ્યોના વેપાર મંત્રીઓને એકસાથે લાવશે. ભારત તમામ G20 સભ્યો સાથે રચનાત્મક રીતે જોડાશે અને વિકાસશીલ દેશો માટે પર્યાપ્ત નીતિગત અવકાશ સુનિશ્ચિત કરીને, વિશ્વ વેપાર સંગઠન (WTO) ને તેના મૂળમાં રાખીને નિયમ-આધારિત, ખુલ્લી, સમાવેશી, પારદર્શક, ન્યાયી અને બિન-ભેદભાવપૂર્ણ બહુમુખી વેપાર પ્રણાલી તરફ કામ કરશે. બેઠકની સાથે સાથે, શ્રી ગોયલ તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે. આ જોડાણો ખેડૂતો, માછીમારો, મહિલા સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ અને અન્ય સાહસો માટેની તકોના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સંતુલિત અને પરસ્પર લાભદાયી ભારત-યુ.એસ. દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ને આગળ ધપાવવા અને 7 ફેબ્રુઆરી 2026 ના સંયુક્ત નિવેદન અનુસાર વચગાળાના સોદાને આખરી ઓપ આપવાના ચાલુ પ્રયાસોના ભાગરૂપે શ્રી પિયૂષ ગોયલ યુનાઇટેડ સ્ટેટ્સના તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય રીતે પણ જોડાશે.
મિલવોકી અને શિકાગોમાં, શ્રી ગોયલ મેન્યુફેક્ચરિંગ, કન્ઝ્યુમર ગુડ્સ, એગ્રી-બિઝનેસ, રિટેલ અને ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી અમેરિકન કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ્સ સાથે મુલાકાત કરશે અને વ્યવસાયો, સ્ટાર્ટઅપ્સ તથા નવીન કંપનીઓ સાથે રાઉન્ડટેબલમાં ભાગ લેશે. તેઓ ઉત્પાદન અને રોકાણના સ્થળ તરીકે ભારત જે તકો પૂરી પાડે છે તેને રેખાંકિત કરશે અને અમેરિકન કંપનીઓને ભારતીય સાહસો સાથે તેમની ભાગીદારી ગાઢ બનાવવા આમંત્રણ આપશે.
શિકાગોમાં, શ્રી ગોયલ ગાંધી જયંતિ પર મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ અર્પણ કરશે. તેઓ ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા વ્યાવસાયિક સંગઠનો સાથે પણ વાર્તાલાપ કરશે.
આ મુલાકાતથી ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વેપાર અને રોકાણ ભાગીદારી વધુ મજબૂત બનવાની અને તેના G20 ભાગીદારો સાથે ભારતનું જોડાણ વધુ ઊંડું થવાની અપેક્ષા છે.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2316244)
મુલાકાતી સંખ્યા : 8