નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

સીબીડીટીએ આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ ઓડિટ કરાવવા માટે જવાબદાર વ્યક્તિઓએ આકારણી વર્ષ 2026-27નું આવકવેરા રિટર્ન ભરવાની નિયત તારીખ 31 ઓક્ટોબર, 2026થી લંબાવીને 21 નવેમ્બર, 2026 કરી છે


તદનુસાર, ઓડિટ અહેવાલ રજૂ કરવા માટેની 'નિર્દિષ્ટ તારીખ' પણ 30 સપ્ટેમ્બર, 2026 થી લંબાવીને 21 ઓક્ટોબર, 2026 કરવામાં આવી છે

પોસ્ટેડ ઓન: 28 SEP 2026 5:19PM by PIB Ahmedabad

આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139 ની ઉપ-કલમ (1) ના સ્પષ્ટીકરણ 2 ની નીચે આપેલા કોષ્ટકમાં ક્રમ નંબર 2 પર દર્શાવેલ વ્યક્તિઓના કિસ્સામાં આકારણી વર્ષ 2026-27 માટે આવકવેરા રિટર્ન ભરવાની નિયત તારીખ 31 ઓક્ટોબર, 2026 છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) એ આવકવેરા રિટર્ન ભરવાની ઉપરોક્ત નિયત તારીખ 31 ઓક્ટોબર, 2026 થી લંબાવીને 21 નવેમ્બર, 2026 કરી છે.

તદનુસાર, કાયદાની કલમ 139 ની ઉપ-કલમ (1) ના સ્પષ્ટીકરણ 2 ની નીચે આપેલા કોષ્ટકમાં ક્રમ નંબર 2 પર દર્શાવેલ વ્યક્તિઓના કિસ્સામાં આકારણી વર્ષ 2026-27 માટે આવકવેરા અધિનિયમ, 1961 ની જોગવાઈઓ હેઠળ ઓડિટ અહેવાલ રજૂ કરવા માટેની 'નિર્દિષ્ટ તારીખ' 30 સપ્ટેમ્બર, 2026 થી લંબાવીને 21 ઓક્ટોબર, 2026 કરવામાં આવી છે.

આ સંદર્ભે એક ઔપચારિક ઓર્ડર/નોટિફિકેશન અલગથી બહાર પાડવામાં આવી રહ્યું છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2316236) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Tamil