પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી એશિયન ગેમ્સમાં પુરુષોની મેરેથોનમાં ઐતિહાસિક રજત પદક જીતવા બદલ સાવન બરવાલને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
26 SEP 2026 11:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં પુરુષોની મેરેથોનમાં ઐતિહાસિક રજત પદક જીતવા બદલ સાવન બરવાલને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ - જે એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપિત કરે છે અને ચાર દાયકાથી વધુ સમયમાં આ સ્પર્ધામાં ભારતનો પ્રથમ મેડલ છે - તે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે ભારતની બહાર જીતવામાં આવેલો દેશનો સૌપ્રથમ એશિયન ગેમ્સ મેરેથોન મેડલ છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે તેમની સહનશક્તિ અને દ્રઢ નિશ્ચયે દેશને ગૌરવ અપાવ્યું છે અને તેમણે તેમની આગામી સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
'X' પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કાર્યાલયે જણાવ્યું હતું કે:
"એશિયન ગેમ્સમાં પુરુષોની મેરેથોનમાં ઐતિહાસિક રજત પદક જીતવા બદલ સાવન બરવાલને અભિનંદન. એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ અને ચાર દાયકાથી વધુ સમયમાં આ સ્પર્ધામાં ભારતનો પ્રથમ મેડલ; આ સિદ્ધિ એટલા માટે પણ વિશેષ છે કારણ કે તે ભારતની બહાર જીતવામાં આવેલો દેશનો સૌપ્રથમ એશિયન ગેમ્સ મેરેથોન મેડલ છે. તેમની સહનશક્તિ અને દ્રઢ નિશ્ચયે દેશને ગૌરવ અપાવ્યું છે. આગામી સફર માટે શુભેચ્છાઓ: પ્રધાનમંત્રી @narendramodi"
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2315730)
મુલાકાતી સંખ્યા : 7